તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરામખોર બેખોફ:હવામાન કચેરીના ડાયરેક્ટરના ઘરમાં ખાતર પાડીને તસ્કરો 8.25 લાખના સોનાના દાગીના ઉઠાવી ગયા

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપરના રૂમમાં પરિવાર સુતો હતો ને નીચે રસોડાના દરવાજાનો નકુચો તોડી ચોરી કરાઇ

ભુજના અરહિંતનગરમાં ગત શુક્રવારની રાત્રે 7.25 લાખની ચોરીનો બનાવ હજુ તાજો જ છે ત્યાં ફરી શુક્રવારે બીજી મોટી ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. એક અઠવાડીયામાં બીજા ચોરીના બનાવથી ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં કચ્છમાં હવામાન વિભાગની કચેરીના ડાયરેક્ટરના નરસિહમહેતાનગરમાં આવેલા ઘરમાંથી તસ્કરો સોનાના દાગીના સહિત રૂપિયા 8 લાખ 25 હજારના મુદામાલની ચોરી કરી જતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે.

ભુજ એ ડિવિઝન મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના નરસીમહેતા નગર ખાતે હુજુ ત્રણ માસ પહેલા જ રહેવા આવેલા હવામાન કચેરીના ડાયરેકટર રાકેશકુમાર ફાગનસિંગ જાટવના ઘરમાં ગુરૂવારે રાત્રીના સાડા દસ વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યા દરમિયાન ચોરીનો ઘટના બની હતી. જેમાં ફરિયાદી પરિવાર રાત્રે સાડા દસ વાગ્યે તેમના મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં સુઇ ગયો હતો. દરમિયાન તસ્કરો નીચેના મકાનના પાછળના ભાગે રસોડાના દરવાજાનો નકુચો તોડીને તેમજ બારીની લોખંડની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ્યા હતા. ઘરમાં રહેલી તિજોરીનું લોક તોડી અંદરથી 20 તોલાના સોનાના દાગીના કિંમત રૂપિયા 8 લાખ તેમજ 6 કાંડા ઘડિયાલ કિંમત રૂપિયા 25 હજાર મળીને કુલ 8લાખ 25 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. સવારના પહોરમાં ચોરીની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર ધસી જઇને પંચનામા સહિતની કાર્યવાહી કરી તસ્કરોનો સુરાગ મેળવવા જીણવટભરી તપાસ હાથ ધરી છે. તો, આ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્થળ પરથી સીસીટીવી કેમેરા ફુટેજ મળ્યા નથી. હાલ પોલીસે સઘન તપાસ ચલાવી તસ્કરોને પકડી પાડવા જહેમત ઉઠાવી છે.

અરિહંત નગરની તસ્કરીનો કોઇ અતોપતો નહીં ત્યાં ચાર દિવસમાં બીજી ચોરી
અિરહંત નગરમાં ટ્રાન્પોર્ટરના ઘરમાંથી થયેલી 7.25 લાખની ચોરીના કિસ્સાને એક અઠવાડ્યું થયું. એ ડિવિઝન પોલીસ તસ્કરો પકડવા ફાફા મારી રહી છે અને હજુ સુધી તસ્કરોનો કોઇ શુરાગ હાથ લાગ્યો નથી. ત્યારે વધુ એક મોટીની ઘટના સામે આવતાં પોલીસને ભારે દોડધામમાં મુકી દીધી છે. બન્ને તસ્કરીના બનાવમાં લવરમુચ્છીયા છોકરાઓ હોવાનું પોલીસે અનૂમાન કર્યું છે. અને ગુનાને તાકિદે ઉકેલી લેવાની આશા વ્યક્ત કરી છે.

બન્ને ચોરીમાં તસ્કરોની એક જ પધ્ધતિ જોવા મળી
અરિહંતનગરમાં તેમજ નરસિંહ મહેતાનગરમાં બનેલી ચોરીની ઘટમાં તસ્કરોની એક જ પધ્ધતિ જોવા મળી તસ્કરી પૂર્વે ઘરમાં રહેલા વ્યક્તિ જે રૂમમાં સુતા હોય તેને બહારથી કડી મારી દીધી અરહિંનગરમાં માજી ઘરમાં જે રૂમમાં સૃતા હતા તેને બહારથી બંધ કરાયો હતો. તેવી જ રીતે નરસિંહ મહેતાનગરમાં ઉપરના રૂમમાં પરિવાર સુતો હોતો તે રૂમને પ્રથમ બહારથી કડી મારીને તસ્કરોએ બિન્દાસ્ત ચોરી કરી હતી.

આ મોડસ ઓપરેન્ડીથી બનાવને અપાયો અંજામ
મકાનની જમણી સાઇડમાં ઉપરના દાદરા પાસે આવેલા નીચેના રૂમના રસોડાના દરવાજોનો કડી મારવાનો નકુચો મજાગરા સાથે કાઢી નાખી તેમજ બાજુની મોટી બારીની એક સાઇડની લોખંડની ગ્રીલ તોડીને ઘરમાં રહેલ મુદામાલની ચોરી કરી ગયા હતા.

સોનાના ઘરેણા અને ઘડિયાલની થઇ ચોરી
મકાનના રૂમમાં આવેલ તિજોરીમાં રહેલા સોનાનું ચાર તોલાનું મંગળસૂત્ર, 4 તોલાના બે નાના મંગળસૂત્ર, 3 તોલાની સોનાની ચેઇનો, 4 તોલાના સોનાના લેડિઝ કળા નંગ-2, 3 તોલાની સોનાની 4 બંગડીઓ, સોનાની ચેઇન, સોનાની વીંટી નંગ-2, 6 કાંડા ઘડિયાલ સહિતનો મુદામાલ હવામાન ડાયરેક્ટરના ઘરેથી તસ્કરો ચોરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...