આપઘાત:ભુજોડીમાં ગર્ભવતી મહિલાનો ગળે ફાંસો ખાઇ લીધો

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દરશડીમાં દાદરા પરથી પડી જતાં વૃધ્ધનું મોત

ભુજોડી ખાતે 25 વર્ષીય  ગર્ભવતી પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. જ્યારે બીજી તરફ માંડવી તાલુકાના દરશડી ગામે ઘરના દાદરા પરથી પડી જતાં 80 વર્ષીય વૃધ્ધનું મોત નિપજ્યું હતું. ભુજોડી ખાતે ભાડાના મકાનમાં રહેતી 25 વર્ષીય ભગવતીબેન જેરામભાઇ મળોઢીયા નામની પરણિત મહિલાએ  ગુરૂવારે બપોર સાડા બારથી પાંચ વાગ્યા દરમિયાન કોઇ પણ સમયે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં તેમના પતિ જેરામભાઇ રમેશભાઇ મળોઢીયાએ તાત્કાલિક ભુજની લેવા પટેલમાં સારવાર  માટે ખસેડ્યા બાદ ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કરી હતી. જેરામભાઇના જણાવ્યા પ્રમાણે તેમનો લગ્ન ગાળો બે વર્ષનો છે સંતાનમાં કઇ નથી હાલ  તેમની હતભાગી પત્નિ ભગવતીબેને  છ માસનો ગર્ભ હતો, માતા-પિતાથી અલગ બન્ને જણા રહેતા હતા. અગમ્ય કારણોસર પત્નિએ આપઘાત કરી લીધો છે. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બીજીતરફ દરશડી ગામે રહેતા જેઠાલાલભાઇ નારાણભાઇ ઠકકર (ઉ.વ.80) ગુરૂવારે બપોરે સાડા ત્રણ વાગ્યે દરશડી ખાતે પોતાના ઘરના દાદરા પરથી પડી જતાં તેમને મોઢા, પગમાં ઇજાઓ થતાં તેમના પુત્ર દિપકભાઇએ સારવાર ભુજની લેવા પટેલ હોસ્પિટલ બાદ ભુજ જી.કે.માં લઇ આવતાં હાજર પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...