તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:ભુજમાં આપના દિલ્હીના ધારાસભ્યએ જિલ્લાના કાર્યકરોની સમીક્ષા બેઠક યોજી

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ઝોનના સંગઠનમંત્રીએ પણ મુલાકાત લીધી

ભુજમાં અામ અાદમી પાર્ટીના કાર્યકરો જોડે ગુજરાતના પ્રભારી અને દિલ્હી મતિયાલા વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે અાગમી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઅો મુદ્દે સમીક્ષા બેઠક યોજી હતી. પશ્ચિમ કચ્છ મીડિયા ઈનચાર્જ ગિરિરાજસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશના મહામંત્રી મનોજ સોરઠિયા, ઉત્તર ઝોનના સંગઠનમંત્રી રમેશ નાભાઅે પણ મુલાકાત લીધી હતી.

જેમણે અાગમી 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઅોમાં લાગી જવા અાહવાન કર્યું હતું. ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં અાઠ લાખ નવા સદસ્યો જોડાયાની માહિતી પણ અાપી હતી. ભાજપના રાજમાં જનતા અાત્મહત્યા કરવા મજબૂર બની હોવાનું પણ જણાવ્યું હતું. બેઠકમાં ગુજરાત સહ સંગઠન મંત્રી કે. કે. અન્સારી, પશ્ચિમ કચ્છ પ્રમુખ રોહિત ગોર, મહામંત્રી રાજેશ પિંડોરિયા જોડાયા હતા.

પત્રકારોને બોલાવ્યા પણ બેઠક વ્યવસ્થા નહીં
અામ અાદમી પાર્ટીઅે પત્રકાર પરિષદનું અાયોજન કર્યાનું કહીને પત્રકારોને બોલાવ્યા હતા. પરંતુ, હંમેશની જેમ પત્રકારો માટે બેઠક વ્યવસ્થા જ કરાઈ ન હતી, જેથી પત્રકારોઅે અેક તબક્કે બહિષ્કાર કરી બહાર નીકળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...