ભુજ અને તાલુકામાં મારા મારીના અલગ અલગ ત્રણ બનાવોમાં બે મહિલા સહિત પાંચ લોકોને ઇજા પહોંચી હતી જ્યારે આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના સેજવાળા માતમ પાસે રહેતા સાયદાબેન રઝાકભાઇ સોઢાએ અજાણ્યા ત્રણ શખ્સો વિરૂધ ફરિયાદા નોંધાવી છે.
બનાવ બુધવારે સાવારે સાડા દસ વાગ્યાના અરસામાં સોનીવાડ આશાપુરા રિંગ રોડ પર બન્યો હતો. આરોપીઓએ ફરિયાદીના દિકરા સાજીદ આરોપીઓએ અમારી ઉપર કેમ હસો છો કહી સાજીદ અને તેના ભાઇ ફલક સાથે બોલાચાલી કરી ફરિયાદી મહિલા અને તેના બે દિકરાને ધકબુસટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તો, પ્રમુખ સ્વામીનગરમાં રહેતા રોનક સતિષભાઇ સોની (ઉ.વ.23)ને ઘરે આવીને કલ્યાણભાઇ, વિનોદભાઇ, શાંતાબેને માર મારી ઇજા પહોંચાડતાં ઘાયલ યુવકને તેમની માતા પુષ્પાબેન સતિષભાઇ સોનીએ સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવી એમએલસી નોંધાવી હતી.
જ્યારે ખાવડા પોલીસ મથકે ભુજ તાલુકાના સોયલા ગામે રહેતા મલકાબાઇ સુલેમાન નોડે (ઉ.વ.40)એ ભચલ હુશેન નોડે અને તેના પુત્ર અબ્દ્રીમ ભચલ નોડે વિરૂધ ફરિયાદ નોંધાવી છે. બનાવ સોમવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદીના પતિ ઘરે ન હોઇ આરોપી ફરિયાદી મહિલાના ઘરે આવીને બળદ ગાડું લાકડા ઉપાડવાના કામ માટે લેવા આવ્યા હતા.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારો પુત્ર ખેતરે ગયો છે. એટલે હમણા બળદ ગાડું આપી શકીશ નહીં તેમ કહેતા આરોપીઓ ઉસ્કેરાઇ જઇને ગાળા ગાળી કરી ફરિયાદી મહિલાને લાકડીથી માર મારી ઇજા પહોંચાડી હતી. ખાવડા પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભુજમાં રૂપિયા ન આપતાં શખ્સે કરી ગાડીઓમાં તોડફોડ
હિનાપાર્ક-1માં રહેતા મિરાજભાઇ અરસદભાઇ મેમણ પાસે ભુતેશ્વર વિસ્તારમાં રહેતો આરોપી જાકબ સુલેમાન મમણ આવ્યો હતો. અને ગીરવે મુકેલી પોતાની ગાડી છોડાવવા માટે 30 હજારની માગણી કરી હતી. ફરિયાદીએ રૂપિયા આપવાની ના કહેતા આરોપીએ છરી વળે ફરિયાદીની ઘર પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી અને સ્કુટર સીટ પર ચેકા માર્યા હતા. બાદમાં ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.