તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભુજમાં યુવાનને બુટલેગર સહિત ત્રણ શખ્સે ધોકાથી માર માર્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં યુવાનને બુટલેગર સહિત ત્રણ શખ્સે ધોકાથી માર માર્યો
  • છરી બતાવીને ઢસળીને ઢોર માર મારી ગંભીર ઇજા પહોંચાડી

ભુજના ગણેશનગરમાં રહેતો કુખ્યાત બુટલેગર નવઘણ રાજગોરને ઘર પાસેથી દારૂ લઇને પસાર થવાની ના કહેનાર યુવાનને ત્રણ શખ્સોએ છરી બતાવી ઢસેડી જઇને ધોકા વડે માર મારી ફેકચર સહિતની ઇજાઓ પહોંચાતં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

બનાવ સોમવારે રાત્રીના સાડા અગ્યાર વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી હર્ષદાન વિજયદાન ગઢવી (ઉ.વ.27) પોતાના ઘર પાસે વોકિંગ કરી રહયો હતો ત્યારે ગણેશનગરનો બુટલેગર નવઘણ રાજગોરને અહીં મારા ઘર પાસેથી દારૂ લઇને પસાર નહીં થવાનું તેમ ફરિયાદીએ કહેતાં આરોપી નવઘણ, વિજય ગોસ્વામી અને ભોલીયો નામના ત્રણ શખ્સે ફરિયાદીને છરીની અણીએ ધાક બતાવી ઘર પાસેથી ઢસેડી જઇને ધોકાથી માર મારછન. ડાબા પગમાં ફેકચેર જેવી ઇજા પહોંચાડી હતી. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ એએસઆઇ દસરથસિંહ બી.ઝાલાએ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કે, ફરિયાદી પણ એ ડિવિઝન પોલીસ મથકના ગંભીર ગુનાઓનો આરોપી છે.

માધાપરમાં ગાયના વાડા પાસે કુતરાને શૌચક્રિયા કરાવવા મુદે બે પરિવાર બાખડ્યા
માધાપર ગુરૂકૃપા સોસાયટીમાં ગાય બાંધવાની જગ્યા પર કુતરાને શૌચક્રિયા કરાવવા મુદે બે પરિવારો વચ્ચે હાથા પાઇ જઇ હતી. જેમાં અનિતાબેન રામસિંહ રોહિતેએ પાડોશી શાંતિબેન રાજુભાઇ પ્રજાપતી અને રાજુભાઇ રતીરામ પ્રજાપતી સામે ફરિયાદી બહેનને અને તેના પતિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તો પ્રતિ ફરિયાદમાં રાજેશભાઇએ શાંતિબેન અને તેમના પતિ વિરૂધ માર માર્યાનો ગુનો બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...