તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ભુજમાં 15 દિ’થી આયુષમાન કાર્ડની મંજૂરી ન અપાતા કેન્સર દર્દીની સારવાર અટકી

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યેનકેન પ્રકારે કાર્ડની કામગીરી ન થતા બીમાર વૃદ્ધે અંતે આપઘાતની ચીમકી ઉચ્ચારી

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી બીમારીમાં આર્થિક મદદ મળે અને દર્દીની યોગ્ય સારવાર થાય એ માટે રાજ્યમાં માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ યોજના અમલી છે જોકે ઘણી વખત સ્ટાફની ભૂલના કારણે જરૂરીયાતમંદ વ્યક્તિઓ લાભથી વંચિત રહી જતા હોય છે આવો જ એક કિસ્સો ભુજમાં બન્યો છે.

ભુજના ભારાપર ગામે રહેતા અને વીસીઇ તરીકે નોકરી કરતા લંઘા જેતુન નિશાબેને ‘ભાસ્કર કાર્યાલય’ ખાતે આવી પોતાની વ્યથા જણાવી હતી તેમણે કહ્યું કે,તેમના 72 વર્ષીય પિતા લંઘા હારુન ઇબ્રાહિમને ગળામાં કેન્સરની બીમારી હોવાની જાણ 4 મહિના પહેલા થઈ હતી જેથી સ્થાનિકે સારવાર કરાઈ હતી જોકે વધુ સારવાર માટે અમદાવાદ જવાનું હોવાથી 19 ઓગસ્ટ 2021ના આયુષમાન કાર્ડ બનાવવા માટે અરજી આપી હતી સામાન્ય રીતે 24 કલાકમાં નિયમ પ્રમાણે આયુષ્યમાન કાર્ડ માટેનું એપ્રુવલ થઈ જાય છે પણ 19 તારીખે આપેલી અરજીમાં 2 સપ્ટેમ્બર સુધી કોઈ એપ્રુવલ આવ્યું નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, માતા-પિતા, ભાઈ-ભાભી સહિત સૌ પરિવારજનોના કાર્ડ માટે એપ્લિકેશન કરી હતી પણ પોતાનું અને માતા-પિતાનું એપ્રુવલ હજીય નથી આવ્યું.

આ મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ રજુઆત કરી હતી પણ કાર્ડ બની જશેનું આશ્વાસન અપાયું હતું. તેઓ 3 સપ્ટેમ્બરના જી.કે.માં ગયા ત્યારે હાજર સ્ટાફ દ્વારા જણાવાયું કે,સિસ્ટમમાં જુલાઈ અને સપ્ટેમ્બરના આવકના દાખલાનો સ્વીકાર થાય છે ઓગસ્ટના દાખલા સર્વર સ્વીકારતું નથી જેથી તમે નવેસરથી અરજી કરો.જેતુન બેને જણાવ્યું કે,અન્ય સભ્યોના એપ્રુવલ 24 કલાકમાં આવી ગયા છે પણ પિતાના કાર્ડનું એપ્રુવલ 15 દિવસથી નથી આવ્યું જેના કારણે કેન્સરની સારવાર અટકી ગઈ છે ગંભીર બીમારીમાં લાપરવાહી દાખવવામાં આવી રહી છે જેથી તાત્કાલિક કાર્ડ બનાવી આપવામાં આવે અને 15 દિવસ સુધી કામગીરી કેમ ન થઈ? તેનો જવાબ આપવામાં આવે તેવી માંગણી કરી હતી દરમિયાન રોજની ઝંઝટથી ત્રસ્ત થઈ એમના પિતાએ આત્મહત્યા કરી લેવાની પણ ચીમકી આપી દીધી છે જો આવી કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ ? તે સવાલ ઉઠાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...