તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખોનો ખર્ચ પાણીમાં:ભુજમાં ટ્રાફિકને નિયંત્રિત કરવા લગાવાયેલા ટ્રાફિક સિંગ્નલ પોતે જ થોભોની સ્થિતિમાં

ભુજ3 મહિનો પહેલા
  • શહેરમાં હવે ટ્રાફિક વ્યવહાર વધી ગયો છે ત્યારે ફરી કાર્યરત થવા લોકોની માંગ ઉઠી

જિલ્લા મથક ભુજ શહેરમાં જાહેર માર્ગો પર 5 વર્ષ પૂર્વે અંદાજિત 20 લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યા હતા, જે વાહનોના સ્થાને હાલ પોતે થોભોની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ગતિશીલ બનેલી નગરપાલિકા અને પોલીસ જ્યારે આધુનિક થઈ છે ત્યારે બિન ઉપીયોગી ટ્રાફિક સિગ્નલો હવે શહેરમાં હવે ટ્રાફિક વ્યવહાર વધી ગયો છે ત્યારે ફરી કાર્યરત થવા લોકોની માંગ ઉઠી છે.

શહેરના ટ્રાફિકને નિયત્રણ કરતી સિગ્નલની નીલી, પીળી, અને લાલ લાઈટોને પુનઃ શરૂ કરવા માટે 6 લાખ જેટલો ખર્ચ થોડા સમય પહેલા કરવમાં આવ્યો હતો પરંતુ તે પણ કારગર નીવડ્યો નથી. આ વિશે જિલ્લા સમહર્તાની સંકલન બેઠકમાં પણ સિગ્નલ ચાલુ કરવાનો મુદ્દો ઉઠ્યો હતો અને તત્કાલીન કલેક્ટર દ્વારા નગરપલિકાના મુખ્ય અધિકારીને સિગ્નલ શરૂ કરવા અંગે સુંચના આપાઇ હતી. જેના પગલે પાલિકાએ એક ટિમ મારફત સર્વે પણ કરાવ્યો હતો પરંતુ પરિણામ હજુ સુધી શુન્ય રહ્યું છે.

2013ના પ્રજાસતાક પર્વના દિવસે વિકાસકામોની ગ્રાન્ટમાંથી શહેરમાં ટ્રાફિક સિગ્નલની લાઈટો ખરીદવાની મંજૂરી પ્રભારી મંત્રીની અધ્યકતમાં મળી હતી અને રૂ. 20 લાખના ખર્ચે પૂનાની ન્યુક્લીયોનિક્સ ટ્રાફિક સોલ્યુશન પ્રા.લી.પાસેથી ટ્રાફિક સિગ્નલના 28 પોલ અને રંગ બેરંગી લાઇટની ખરીદી કરી શહેરના જયુબેલી સર્કલ,ઇન્દિરીબાઈ પાર્ક, વિડી હાઈસ્કુલ,એસબીઆઈ જકશન, બુધરમલ પેટ્રોલપમ્પ નજીક તથા જી.બી. કચેરી સહિતના વિસ્તારોમાં વર્ષ 2014માં આ લાઈટો લગાડવામાં આવી હતી.જે ત્રણેક વર્ષ ચાલુ રહ્યા બાદ છેલ્લા ચાર વર્ષથી ધૂળ ખાઈ રહી છે.

આ વિશે સુધારાઈ પ્રમુખ ઘનસ્યમભાઇ ઠક્કરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ભુજમાં લાગેલા ટ્રાફિક સિગ્નલ પાલિકા દ્વારા 2013માં લગાડવામાં આવ્યા હતા જેનું મેન્ટનેસ પાલિકા દ્વારા કરવામાં આવે છે , આ સિગ્નલનો ઉપયોગ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે છે અને પોલીસ તંત્ર જ્યારે ઈચ્છે ત્યારે આ સિંગલ ચાલુ કરી શકે છે પંરતુ પોલીસ વિભાગ દ્વારા આ માટે કોઈ પણ પ્રકારની માંગણી કરવામાં આવી નથી. ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવા માટે જો પોલીસ વિભાગ માંગ કરશે તો પાલિકા ટ્રાફિક સિગ્નલની લાઈટ ચાલુ કરવા તૈયાર છે.

બીજી તરફ જ્યારે પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં સિગ્નલને લઈને પૂછવામાં આવ્યું તો પશ્ચિમ કચ્છ ડીવાયએસપી દેસાઈએ જણાવ્યું કે જે સિગ્નલ લડવામાં આવ્યા તે ચાલુ પણ કરવામાં આવ્યું હતું પંરતુ અમુક અમુક જગ્યાએ પાંચ રસ્તા હોવાને કારણે ટ્રાફિક સિગ્નલનું પ્રોપર આયોજન અને પ્રોપર તાઈમિંગના હોવાના કારણે ભીડ ભેગી થાય છે અને ટ્રાફિક વધુ જામ થયે છે ડીવાયએસપી દેસાઈ એ વધુમાં જણાવ્યું કે જુબેલી ગ્રાઉન્ડ ઉપર એવું ટ્રાફિક જામ નથી થતું જ્યાં વાહનો ને ૧મિનિટ પણ ઉભવ્યું પડતું છે અને જુબેલી સર્કલ પાસે ટ્રાફિક પોલીસનો સ્ટાફ છે અને ટ્રાફિક બ્રિગેડના માણસો છે તેઓ મેન્ટેન કરાવે છે એ ઉપરાંત જો ટ્રાફિક સિગ્નલનું ટાઈમિંગ સેટ થઈ અને નગરપાલિકા દ્વારા તાઈમિંગ બદલવામાં આવશે તો ટ્રાફિક સિંગલ ચાલુ કરવામાં આવશે દેસાઈ જણાવ્યું મે હાલમાં કોઇ ટ્રાફિકની સમસ્યાને નથી પંરતુ જુબેલી સર્કલ એક મુખ્ય સર્કલ છે અને એ સર્કલ પાસે મોટા ભાગના વાહનો આવે જવર કરતા હોય છે અને સવારે કામ પુએ જતા લોકોની ભીડ થયે છે અને ટ્રાફિક જમણી સમસ્યા સર્જાય છે.

બીજી તરફ જ્યારે ભુજ શહેરના જનતાને ટ્રાફિક સિગ્નલ ને લઈને પૂછવામાં આવ્યું તો એમને જણાવ્યું કે 2001માં ભૂકંપ પછી અનેક ગણો વિકાસ ભુજ શહેરમાં થતા ટ્રાફિકથી ઠેર ઠેર લોકો પરેશાન થઈ થયા છે અને 2013માં સરકારી ગ્રાન્ટમાંથી 30 લાખના ખર્ચે સિંગલ લગાડવામાં આવ્યા છે જે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ભુજ પાલિકા પ્રજાના પૈસાનો ધુવાડો કરતી હોય તેવુ દેખાઈ રહ્યું છે અને સિગ્નલના કારણે નાના મોટા અકસ્માત પણ થતાં હોય છે તો સવારે જ્યારે લોકો પોતાના કામ ધંધા ઉપર જતા હોય છે ત્યારે ટ્રાફિક થતી હોય તેમાં વૃદ્ધો અને હોસ્પિટલ જતી અંબુલેન્સને પણ મુશ્કેલી ખડી થાય છે. ટ્રાફિક સિગ્નલ વહેલાસર ફરી શરૂ કરવમાં આવે એવી લોકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...