તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન દંડ:ભુજમાં 15 દિ’માં ટ્રાફિક પોલીસની દંડ લેવાની કામગીરી થશે કેશલેસ

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આઠ માસના વિલંબ પછી જિલ્લા-સિટી ટ્રાફિક માટે બે-બે મશીન ફાળવાશે, કોઇ વધારાના ચાર્જ પણ નહીં
  • કાર્ડ સ્વાઇપ તેમજ ક્યુઆર કોડ સ્કેન કરી દંડ ચૂકવી શકાશે

સરકારી તંત્રમાં મોટાભાગની કામગીરી ઓનલાઇન થઇ ગઇ છે તેમજ સરકારી ભરણામાં પણ ડીજીટલાઇઝેશન થઇ ગયું છે. હવે, ટ્રાફિક પોલીસ પણ દંડની રકમ ઓનલાઇન સ્વિકારશે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તેમજ ક્યુઆર કોડ સ્કેન કરી દંડ ભરી શકશે જે અંગે મેસેજ પણ દંડ ભરનાર શખ્સને પહોંચી જશે. પશ્ચિમ કચ્છ પોલીસે એક્સિસ બેંક સાથે કોલોબ્રેશન કરી એકાઉન્ટ ખોલાવવાની તજવીજ હાથ ધરી હતી બાદમાં કોરોનાને કારણે વિલંબ થયો હતો. જો કે, 15થી 20 દિવસમાં ડીજીટલ અભિગમથી દંડ સ્વિકારવાનું શરૂ થાય તેવી સંભાવનાઓ છે.

ટ્રાફિક પોલીસ વાહન ચાલક પાસેથી સ્થળ પર દંડ લે છે અથવા તો ઈ-મેમોથી દંડ ભરાવાય છે. સ્થળ પર દંડ વસૂલતી ટ્રાફિક પોલીસને એવું સાંભળવું પડે છે કે, અમારી પાસે દંડના પૈસા નથી. વાહનચાલકો ક્રેડિટ-ડેબિટ કાર્ડથી દંડ ભરી શકે તે માટે સ્વાઈપ મશીન ખરીદવા યોજના હતી. પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર તરફથી સ્વાઇપ મશીન ખરીદવા અને ઓનલાઇન ઇન્સ્ટોલેશનની કામગીરી કરવા માટે આઠેક માસ અગાઉ કામગીરી હાથ ધરી હતી. એક્સિસ બેંક સાથે કોલોબ્રેશન કરી પોલીસ તંત્રનું એકાઉન્ટ ખોલાવવા તેમજ સ્વાઇપ મશીન ફાળવવા માટે કામગીરી હાથ ધરાઇ હતી. જો કે કોરોનાને કારણે દંડ સ્વિકારવાની કામગીરી ડીજીટલાઇઝેશન થઇ શકી ન હતી. હવે 15થી 20 દિવસમાં સ્વાઇપ મશીન ફાળવાય તેવી સંભાવના સુત્રોએ વ્યકત કરી હતી.

વાહનચાલકો પાસેથી સ્થળ પર જ ક્રેડિટ-ડેબિટ કાર્ડથી દંડ લેવા 4 સ્વાઈપ મશીન ફાળવાશે, જેમાં બે જીલ્લા ટ્રાફિક તેમજ બે સિટી ટ્રાફિક પોલીસને આપવામાં આવશે. ઈન્સ્ટોલેશન પૂરું થતા ટ્રાફિક પોલીસોને અપાશે. તો સાથે સાથે રોકડેથી દંડ લેવાનું ચાલુ રહેશે.આ અંગે પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સીંઘે જણાવ્યું હતું કે, કોરોના પહેલા એક્સિસ બેંકમાં ખાતુ બોલાવવા તેમજ સ્વાઇપ મશીન લેવા માટે પ્રક્રિયા હાથ ધરાઇ હતી. કોરોનાને કારણે વિલંબ થયો હતો જો કે હવે 15થી 20 દિવસમાં સ્વાઇપ મશીન આવી જશે અને દંડ સ્વિકારવાની કામગીરી કેશલેસ થઇ જશે.

ખાલી ખીસ્સે નીકળેલા વાહન ચાલકો માટે રાહત
અમુક સમયે વાહન ચાલકો ટ્રેક કે કેપરી પહેરીને રાત્રિના સમયે નીકળતા હોય છે, ત્યારે મોટાભાગની પ્રવૃત્તિ કેશલેસ થઇ ગઇ હોવાથી પૈસા સાથે લેવાનું ટાળતા હોય છે. અમુક કિસ્સામાં પોલીસ પકડે અને દંડ ભરવાની વાત કરે તો અન્ય મિત્રો કે પરીજનોને બોલાવી પૈસા મંગાવતા હોય છે. અન્યથા વાહન ડિટેઇન કરાવતા હોય છે. આવા કિસ્સામાં પોતાના મોબાઇલમાં રહેલા ગુગલ-પે, ફોન-પે, પે-ટીએમથી દંડ ભરી શકશે.

અન્ય સમાચારો પણ છે...