રજૂઆત:ભુજમાં ઇદે મિલાદના ઝુલુસ કાઢવા માટે કમિટિના સભ્યો SPને મળ્યા

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજય સરકાર તરફથી ગાઇડલાઇન અાવ્યા બાદ જ નિર્ણય લેવાશે : SP

દસ દિવસ બાદ ઇસ્લામ ધર્મના પયગંબર સાહેબના પવિત્ર તહેવાર ઇદે મિલાદુન્નબીના દિવસે શહેરમાં ઝુલુસ કાઢવાની મંજૂરી મેળવવા માટે મહેફીલે બાગે રસુલ કમિટીના સભ્યો પશ્ચિમ કચ્છ અેસપીને રૂબરૂ મુલાકાત કરી હતી. હાલ 400 લોકોની મંજૂરી ધાર્મિક રેલી માટે સરકાર તરફથી અાપવામાં અાવી છે વધુ નિર્ણય રાજય સરકાર તરફથી ગાઇડલાઇન અાવ્યા બાદ લેવાશે તેમ અેસપીઅે જણાવ્યું હતું.

19મી અોક્ટોબરના દિવસે સવારે નવ વાગ્યાથી બપોરના દોઢ વાગ્યા સુધી ભીડગેટ અાઝાદ ચોક મધ્યેથી સ્ટેશન રોડ, બસ સ્ટેન્ડ, જિલ્લા પંચાયત થઇ મુખ્ય ઇદગાહથી ખારસરા મેદાન સુધી ઝુલુસ કાઢવાની મંજૂરી મેળવવા માટે મહેફીલ બાગે રસુલ કમિટિના પ્રમુખ સૈયદ અહેમદશા અને અલીમહંદમ જત સહિતના સભ્યોઅે અેસપી સાૈરભ સીંઘની મુલાકાત લીધી હતી. અા અંગે ઇબ્રાહીમ હાલેપોત્રાઅે જણાવ્યું હતું કે, હાલ 400 લોકોની મંજૂરી રાજય સરકારની ગાઇડલાઇન તરફથી અાપવામાં અાવી છે પણ ઝુલુસ નીકળે તો લોકોની સંખ્યા વધી જાય તેમ છે. અેસપી સાૈરભ સીંઘે જણાવ્યું હતું કે રાજય સરકાર તરફથી નવી ગાઇડલાઇન અાવ્યા બાદ જ નિર્ણય લઇ શકાય તેમ હોવાનું તેમણે ઉમેર્યું હતું. અામ, સરકારી ગાઇડલાઇન મુજબ ઝુલુસ કાઢવાની મંજૂરી અંગે અાવનારા દિવસોમાં નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...