તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લાંચ:ભુજમાં લાંચ લેનાર નશાબંધી અધિકારીના આગોતરા ફગાવાયા

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉમાં કંપનીને યુરિયા ખાતર આપનાર આરોપીની જામીન અરજી નામંજૂર કરાઇ

દારૂની પરમીટ રીન્યુઅલ કરાવવા પેટે બે હજારની લાંચ લેતા એસીબીના હાથ. ઝડપાયેલા ભુજ નશાબંધી કચેરીના અધિક્ષક આલાભાઇ એમ પરમારની રેગ્યુલર જામીન અરજી ભુજની સેસન્શ કોર્ટે ના મંજુર કરી છે.તો પાલનપુરથી ભચાઉની પ્લાય કંપનીમાં કપટથી યુરિયા ખાતર પહોંચાડનાર આરોપીની જામીન અરજી ભચાઉ કોર્ટે ફગાવી દીધી હતી.ગત 8 ઓકટોબરના ભુજના બહુમાળી ભવનમાં આવેલી નશાબંધી કચેરીમાં ભુજ એસીબીએ ટ્રેપ ગોઠવીને અધિક્ષક એ.એમ.પરમારને બે હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. પકડાયેલા અધિકારીના મહેસાણા ખાતેના નિવાસ્થાનેથી પણ ઝડપી તપાસમાં રૂપિયા 7,84,450 જેટલી માતબર રકમ મળી આવી હતી. એસીબીએ આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીએ શનિવારે ભુજની સેસન્શ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી.

જે સ્પેશીયલ એસસીબીની અધિક સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતાં અધિક સેસન્સ જજે આરોપી નિયમિત જામીન અરજી ના મંજુર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ ચ.બી.જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.ભચાઉ પાસે પાલનપુર રેલ્વે યાર્ડથી ખેડૂતોને આપવાનો યુરિયા ખાતરનો જથ્થો છળ કપટથી મેળવી 1.58 લાખનો જથ્થો પોલીસે પકડી આરોપી રામસિંગ સુજાજી ગોહિલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આરોપીએ ભચાઉ કોર્ટમાં રેગ્યુલર જામીન મુક્તિ માટે અરજી કરી હતી જેમાં સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ.જાડેજાએ કરેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ભચાઉ કોર્ટના નવમા એડિશનલ સેશન્સ જજ એમ.એફ.ખત્રીએ આરોપી રામસિંગ સુજાજી ગોહિલની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો