તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ભુજ તાલુકા પંચાયતમાં 29.22 કરોડ પુરાંત વાળું અંદાજપત્ર અન્વેષણ માટે મૂકાયું

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1લી અેપ્રિલે 2.13 અબજ આવક, 2.12 અબજ ખર્ચના અંદાજને આખરી બહાલી

ભુજ તાલુકા પંચાયતમાં ગઈકાલે ગુરુવારે 29 કરોડ 22 લાખ 18 હજારની પુરાંતવાળું અંદાજપત્ર જિલ્લા પંચાયતમાં અન્વેષણ માટે મૂકવા રજુ કરાયું હતું. 1લી અેપ્રિલે ખાસ સામાન્ય સભા મળશે, જેમાં સંભવિત 28 કરોડ 26 લાખ ઉઘડતી સિલક, 213 કરોડ 5 લાખ 15 હજાર અાવક સામે 212 કરોડ 8 લાખ 97 હજારના ખર્ચ અને 29 કરોડ 22 લાખ 18 હજાર બંધ સિલકવાળા અાખરી અંદાજપત્રને બહાલી અાપવામાં અાવશે.

ભુજ તાલુકા પંચાયતમાં પ્રમુખ મંજુલાબેન હરીશ ભંડેરીના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડ સચિવ સ્થાને રહ્યા હતા. પ્રમુખે સ્વ-ભંડોળ, સામાન્ય વહીવટી ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, અારોગ્ય ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે, અાંકડા ક્ષેત્રે, સમાજ કલ્યાણ ક્ષેત્રે, કુદરતી અાફત ક્ષેત્રે, નાની સિંચાઈ ક્ષેત્રે, પંચાયત અને વિકાસ ક્ષેત્રે, સહકાર ક્ષેત્રે, વર્ગ-4 ફૂડ અેડવાન્સ અને ફેસ્ટીવલ અેડવાન્સ ક્ષેત્રે જોગવાઈઅો અને રકમની ફાળવણીની વિગતો પૂરી પાડી હતી.

જોગવાઈઅો અને રકમની ફાળવણી
,સામાન્ય વહીવટ રૂા. 99,67 લાખ. , બાંધકામ 10.60 કરોડ , શિક્ષણ 7.95 લાખ , - અારોગ્ય 32 લાખ , ખેતીવાડી 21.50 લાખ , પશુપાલન 5 લાખ , અાંકડા 10 હજાર , સમાજ કલ્યાણ 3.60 લાખ , કુદરતી અાફત 30 લાખ , નાની સિંચાઈ 2 લાખ , પંચાયત અને વિકાસ 4.55 લાખ , સહકાર 50 હજાર , વર્ગ-4 ફૂડ અેડવાન્સ અને ફેસ્ટીવલ અેડવાન્સ 1 લાખ

2020-21ના સ્વ-ભંડોળમાં અાવક ખર્ચ
ગત 2020-21ના હિસાબી વર્ષના સ્વભંડોળમાં સંભવિત અાવક 16 કરોડ 17 લાખ 58 હજાર છે. જેની સામે સંભવિત ખર્ચ 15 કરોડ 98 લાખ 62 હજાર બતાવાયો છે.

31મી માર્ચે જિલ્લા પંચાયતની સા.સભામાં બહાલી મળશે
તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 25મી માર્ચે 2021/22ના અંદાજપત્રને જિલ્લા પંચાયતમાં અન્વેષણ માટે મોકલવા બહાલી અાપ્યા બાદ જિલ્લા પંચાયતની 31મી માર્ચે મળનારી સામાન્ય સભા બહાલી અપાશે. જે બાદ ભુજ તા. પં. 1લી અેપ્રિલે સામાન્ય સભામાં અંદાજપત્રને બહાલી અાપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો