તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ તાલુકા પંચાયતમાં ભાજપે 2 ચહેરા રિપીટ કર્યા છે અને બે સદસ્યોઅે પત્નીને ટિકિટ અપાવી પાછલા બારણેથી પરોક્ષ રીતે ઉમેદવારી કરી લીધી છે. માજી પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઅોને ટિકિટ મળી નથી. ભુજ તાલુકા પંચાયતની 32 બેઠકોમાંથી બિન અનામત સામાન્ય સુખપર-2 બેઠક ઉપર વિનોદ લાલજી વરસાણી અને સુખપર-1 બેઠક ઉપર મનજી ધનજી ખેતાણીને રિપીટ કરાયા છે. અે સિવાય સામાન્ય સ્ત્રી માધાપર નવાવાસ-1 બેઠક ઉપર જાદવજી ભુડિયાઅે પત્ની ભાનુબેનને અને માનકુવા-2 બેઠક ઉપર પૂર્વ પ્રમુખ હરીશ ભંડેરીઅે મંજુલાબેનને ટિકિટ અપાવી પત્નીના ખભે રિપીટ ઉમેદવારી નોંધાવી જ દીધી છે.
ભળતા નામથી વિપક્ષીનેતા પાટલી બદલ્યાની અટકળો વહેતી થઇ
ભુજ તાલુકા પંચાયતના વિપક્ષી કોંગ્રેસી નેતા રાજેશ ખુંગલા શાસક પક્ષ ભાજપના ઉમેદવારોની યાદીમાં પત્નીના નામે ટિકિટ મેળવ્યાની અટકળો થઈ હતી. પરંતુ, ખરાઈ કર્યા બાદ ભળતા નામને કારણે અટકળો થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.