તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:બોલો ભુજ પાલિકામાં માસ્ક ન પહેરનારાને દંડવા બેઠક મળી, સોશિયલ ડિસ્ટન્સ અને મોઢે માસ્ક નહીં !

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજમાં કોરોનાઅે પગદંડો જમાવ્યો છે, જેથી ભુજ નગરપાલિકા મારફતે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનારા અને માસ્ક પહેર્યા વિના ધંધો કરતા દુકાનદારો અને ખરીદારોને દંડવા માટે સમિતિ બનાવાઈ છે. જેની સોમવારે સમિતિ ખંડમાં બેઠક મળી હતી. પરંતુ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તકેદારી રખાઈ ન હતી અને જે કર્મચારીઅો મારફતે કામગીરી થવાની છે, અેમાંથી અેકેયે તો મોઢે માસ્ક પણ પહેર્યું ન હતું, જેથી અેમને કોણ દંડશે અે અેક પ્રશ્ન છે. બેઠકમાં કારોબારી ચેરમેન ભરત રાણા, મુખ્ય અધિકારી નીતિન બોડાત, શોપ ઈન્સ્પેકટર હિતેન્દ્ર જાડેજા, સેનિટેશન શાખાના વડા અને ઈજનેર મિલન ગંધા, મયુર ઉપરાંત હેન્સી ભાનુશાલી નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો