નિર્ણય:ભુજમાં હવે આમ લોકોને પોલીસ શીખવશે ઘોડેસવારી !

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ માસની તાલીમમાં વિદ્યાર્થીઓને 50 ટકા રાહત

શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા માઉન્ટેડ યુનિટ-ભુજ ખાતે તા.21મી સપ્ટેમ્બરથી વિધાર્થીઓ તથા આમ જનતા માટે ઘોડેસવારીના વર્ગો ચાલુ કરવામાં આવશે. જેથી આ બાબતે ઘોડેસવારી શીખવાની ઈચ્છાધરાવતા વ્યકિતઓએ પોલીસ હેડ કવાટર્સ, માઉન્ટેડ યુનિટ ભુજ ખાતે સવારે 9 થી સાંજના 7 વાગ્યા દરમિયાન સંપર્ક કરવા અપીલ કરાઇ છે. અહીંના એએસઆઇ મહંમદ ઈકબાલ અલીમામદનો પણ સંપર્ક કરી શકાશે. જોકે આ તાલીમ અંગે શૂલ્ક પણ લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને 50 ટકા છૂટ આપવામાં આવી છે. આ ત્રણ માસનો કોર્ષ છે. જેની ત્રણ માસની ફી એડવાન્સમાં ભરવાની રહશે.

અન્ય સમાચારો પણ છે...