તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ભૂજમાં પાલિકામાં કોંગ્રેસે મતદાન પહેલાં જ ભાજપને 2 બેઠકો ધરી દીધી

ભુજ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નંબર 9માં પક્ષનો જ પુરુષ ઉમેદવાર પોતાની સાથે 2 મહિલાના નામાંકન લઈ ગૂમ થઇ ગયો
 • બંને સ્ત્રી ઉમેદવાર ટોકન લઈ પોતાના ફોર્મની રાહમાં કતારમાં ઊભી રહી અને મોર કળા કરી ગયો!

ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારે નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખ શનિવારે હતી, જેથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતપોતાના પક્ષના ઉમેદવારોને લઈને કલેકટર કચેરીઅે પહોંચી ગયા હતા. પરંતુ, વોર્ડ નંબર 9ના કોંગ્રેસના 4 ઉમેદવારમાંથી 2 સ્ત્રી ઉમેદવારના નામાંકન પત્ર લઈ પેનલના જ પુરુષ ઉમેદવાર ફરાર થઈ ગયા હતા, જેથી ભાજપને બે સામાન્ય સ્ત્રી અનામત બિનહરીફ મળી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારે નામાંકન પત્ર રજુ કરવાનું હતું. પરંતુ, બંને પક્ષોના ઉમેદવારોઅે અેક જ દિવસે નામાંકન રજુ કર્યા હોઈ ત્રણ વાગ્યા સુધી બધાના નામાંકન પત્ર સ્વીકારવા સંભવ ન હતા, જેથી ચૂંટણી શાખાઅે નામાંકન પત્ર રજુ કરવા અાવનારા ઉમેદવારોને ટોકન અાપી દીધા હતા અને નંબર અાવે ત્યાં સુધી કતારમાં ઊભા રાખ્યા હતા. વોર્ડ નંબર 9ના કોંગ્રેસના અેક સામાન્ય પુરુષ બેઠકના ઉમેદવારે નામાંકન રજુ કરી દીધું હતું.

બાકી કોંગ્રેસના 2 સ્ત્રી સામાન્ય અને 1 પુરુષ સામાન્ય ઉમેદવારનું નામાંકન ભરવાનું બાકી હતું. જે દરમિયાન કોંગ્રેસના બાકી રહેલા 1 પુરુષ સામાન્ય ઉમેદવાર કોંગ્રેસની બાકી રહેલી 2 સ્ત્રી સામાન્ય ઉમેદવાર પાસે અાવ્યા હતા અને કહ્યું હતું કે, તમે તમારું નામાંકન પત્ર મને અાપી દો. હું મારી પાસે સાંચવીને રાખું છું. પક્ષના અને પેનલના વ્યક્તિઅે કહ્યું અેટલે બાકી રહેતી 2 સ્ત્રી સામાન્ય ઉમેદવારોઅે પોતપોતાના નામાંકન પત્ર પેનલના પુરુષ સામાન્ય ઉમેદવારને નામાંકન પત્ર અાપી દીધા. બંને સ્ત્રી ઉમેદવારના નામાંકન પત્ર લઈને પેનલના પુુરુષ ઉમેદવાર ફરાર થઈ ગયા અને છેવટ સુધી ફરક્યા જ નહીં, જેથી ભાજપને બંને સ્ત્રી સામાન્ય બેઠક બિનહરીફ મળી ગઈ છે.

ભાજપ સામે ભાજપના ઉમેદવારની પણ લડાઈ
વોર્ડ નંબર 9માં 2 બેઠક ઉપર ભાજપના 2 અને કોંગ્રેસના 1 ઉમેદવારે નામાંકન ભર્યું છે, જેથી ભાજપના 2 ઉમેદવારો માત્ર કોંગ્રેસ સામે નથી લડવાના પણ અેકબીજા સામે પણ લડવાના છે. કેમ કે, ત્રણમાંથી 2 ઉમેદવારો વિજેતા બનવાના છે. ત્રીજાને તો હારવાનું જ છે, જેથી ચૂંટણી જંગ રસપ્રદ બની જશે. જો કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બને તો ભાજપના અેક ઉમેદવારને હારવાનો વખત અાવશે. અામ, ભાજપના બંને ઉમેદવારના જીવ પડીકે બંધાઈ જશે. જો જ્ઞાતિ મુજબ ગણિત માંડીઅે તો લોહાણા અને ક્ષત્રિય જ્ઞાતિની વસતી વધુ છે.

નાટકીય ઘટનાની શંકાના દાયરામાં કોણ
સૂત્રોઅે જણાવ્યું હતું કે, નરેન્દ્ર શિવદાસ પટેલ 1.30 વાગે નામાંકન પત્ર લઈને ફરાર થઈ ગયા હતા. પરંતુ, નામાંકન પત્ર સ્વીકારવાનો સમય બપોરે 3 વાગ્યા સુધી હતો. તો બાકીના દોઢ કલાક સુધી કોંગ્રેસ અન્ય ઉમેદવારો શોધી કેમ ન શકી. ટોકન અાપ્યા બાદ નામાંકન પત્ર સ્વીકારવાનું તો છેક સાંજ સુધી ચાલ્યું હતું, જેથી શંકાની સોય તાકતો પ્રશ્ન થાય છે કે, શું ભાજપ અને કોંગ્રેસમાંથી બધું પ્રિપ્લાન હતું. જો પ્રિપ્લાન ન હતું તો કોંગ્રેસે છેવટે બપોરે 3 વાગ્યા સુધી ચૂંટણી શાખામાં ફરિયાદ કેમ ન કરી. પોલીસમાં પણ ફોજદારી કેમ ન નોંધાવી.

કોંગ્રેસમાંથી વધુ ફોર્મ પાછા ખેંચાય અેવી અટકળો
ફોર્મ ભરવાના અંતિમ દિને જ કોંગ્રેસ દ્વારા ભજવાયેલા કથિત નાટકને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે કે, અત્યાર સુધીની ઘટનાઅો ઉપરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસમાંથી હજુ વધુ નામાંકન પત્રો પાછા ખેંચાશે. જોકે, અે ફકત અટકળો છે. કોઈનો દાવો નથી.

કોંગ્રેસે ઉમેદવારોની યાદી છેવટ સુધી બહાર ન પાડી
સામાન્ય રીતે દરેક પક્ષ પોતપોતાના ઉમેદવારોના નામ ઉમેદવારી નોંધાવવાની તારીખ પહેલા જાહેર કરી દે છે. પરંતુ, અા વખતે નામાંકન સ્વીકારવાની છેલ્લી તારીખ સુધી પક્ષના ઉમેદવારોની યાદી બહાર ન પાડી, જેથી પણ અટકળો વહેતી થઈ હતી. જોકે, પક્ષમાંથી જાણવા મળ્યા મુજબ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફોડી ન નાખે અેટલા
માટે ગુપ્ત રખાયા હતા.

ભાજપના બિન હરીફ ઉમેદવારો
ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9માં 2 સામાન્ય સ્ત્રી બેઠક ઉપર રેશ્માબેન જીતેન્દ્ર ઝવેરી અને દિપ્તી રૂપારેલને ટિકિટ અાપી હતી. જે બંને મહિલાઅો બિનહરીફ વિજેતા થઈ ગઈ છે. 2 પુરુષ સામાન્ય બેઠક ઉપર ભાજપના દિવ્યરાજસિંહ બાપાલાલ જાડેજા અને સાત્વિક મહેશદાન ગઢવી સામે કોંગ્રેસના અેકમાત્ર જયેશ ઠક્કરે
નામાંકન ભર્યું છે.

તા. પંચાયતની સરાડા બેઠક ભાજપે બિનહરીફ મેળવી
ભુજ તાલુકા પંચાયતની બિન અનામત સામાન્ય સરાડા બેઠક ઉપર ભાજપે અબ્દુલ્લા બુદ્ધા જતને ટિકિટ અાપી હતી. જે બેઠક પણ ભાજપે બિનહરીફ મેળવી લીધી છે.

મોટા માથાઅોઅે નામાંકન પત્ર ન ભર્યું
કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 1થી 3માં માજી નગરસેવક ફકીરમામદ કુંભાર મોટું માથું ગણાય છે. પરંતુ, તેમણે અા વખતે ચૂંટણીમાં ન ઝંપલાવ્યું. બીજી તરફ ભુજ નગરપાલિકામાં વિપક્ષી નેતા રહેલા રાજેન્દ્રસિંહ જાડેજાઅે પણ ન ઝંપલાવ્યું.

આવી રીતે સમજો ભાજપના 4 સામે કોંગ્રેસનો 1 ઉમેદવાર છતાં 3 બિનહરીફ કેમ નહીં
ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર સામે કોંગ્રેસના 1 જ ઉમેદારે નામાંકન પત્ર ભર્યું છે. અામ છતાં ભાજપને 3 બેઠક બિનહરીફ કેમ ન મળી અે પ્રશ્ન સહેજે થાય. પરંતુ, બાકીની બંને બેઠક સામાન્ય પુરુષ છે અને 2 બેઠક ઉપર 2 ભાજપના અને 1 કોંગ્રેસનો મળી 3 સામાન્ય પુરુષ ઉમેદવાર હજુ મેદાનમાં છે, જેથી ચૂંટણી કરીને નક્કી કરવું પડશે, જેમાં ત્રણમાંથી સાૈથી વધુ મત મેળવનારા 2 ઉમેદવાર ચૂંટાયેલા જાહેર થશે.

કોંગ્રેસના ફરાર ઉમેદવાર પીઢ કોંગ્રેસીના પુત્ર
વોર્ડ નંબર 9માં કોંગ્રેસમાંથી નરેન્દ્ર શિવદાસ પટેલ સામાન્ય પુરુષ બેઠક ઉપર નામાંકન પત્ર ભરવાના હતા. જેઅો અેક સમયના જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શિવદાસ પટેલના પુત્ર થાય. શિવદાસ પટેલ અગાઉ માંડવી વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો