તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In Bhuj Municipality, BJP Repeated Only 8 Candidates Of Last Term, Fielded 19 New Faces In Wards 4 To 11, Brought Back 4 Old Ones.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા ચહેરાને મેદાનમાં:ભુજ પાલિકામાં ભાજપે ગત ટર્મના માત્ર 8 ઉમેદવાર રિપીટ કર્યા, વોર્ડ 4થી 11માં 19 નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા, 4 જૂનાને ફરી લાવ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવામાંથી મોટાભાગના પક્ષના નેતાઅોના સંતાનોને ટિકિટની લહાણી

ભુજ નગરપાલિકાની ગત ટર્મની ચૂંટણીમાં ભાજપે વોર્ડ નંબર 4થી 11માં 29 બેઠકો મેળવી હતી, જેમાં ચૂંટાઈને નગરસેવકો થયેલામાંથી અા વખતે 2021ની ચૂંટણીમાં માત્ર 8 ઉમેદવારને રિપીટ કર્યા છે. બાકી 21ને ફરી ટિકિટ મળી નથી. જોકે, જૂના 21 નગરસેવકોમાંથી કેટલાકે ટિકિટ માંગી જ ન હતી. બીજી તરફ 19 નવા ચહેરાને મેદાને લાવ્યા છે. પરંતુ, એમાંય મોટાભાગના જૂના જોગીઓના દિકરા જ છે. એ વચ્ચે આશ્ચર્યજનક રીતે 4 જૂના જોગીઓને ફરી લાવ્યા છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે સેન્સ પ્રક્રિયા પહેલા પ્રદેશ પાર્લામેન્ટરી અને સંકલન સમિતિની બેઠક બાદ નેતાઓના સગા, ત્રણ ટર્મ ભોગી ચૂકેલા અને 60 વર્ષથી ઉપરનાને ટિકિટ ન આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પરંતુ, ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં એનો છેદ ઉડી ગયો છે. કેમ કે, વોર્ડ નંબર 4માં રાજેશ જયંતિલાલ ગોર, વોર્ડ નંબર 5માં અનિલ કેશવલાલ છત્રાળા, વોર્ડ નંબર 8માં ઘનશ્યામ રસીક ઠક્કર, વોર્ડ નંબર 10માં ઘનશ્યામ સી. ઠક્કર એમ 4 જૂના જોગીઓને ટિકિટ આપી છે. બીજી તરફ નવા ચહેરામાંથી અપવાદને બાદ કરતા મોટાભાગના જૂના જોગીઓના સંતાનો જ છે.

ભરત રાણા અને અજય ગઢવીનો દાવો રદ
ભારતીય જનતા પાર્ટીએ ગત ટર્મના કારોબારી ચેરમેન ભરત રાણા અને બાંધકામ શાખાના ચેરમેન અજય ગઢવીનો દાવો રદ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અજય ગઢવી કારોબારી સમિતિના સભ્ય પણ હતા. અલબત્ત, ઠરાવો પસાર કરવામાં મતભેદો સપાટી ઉપર આવી ગયા હતા. જોકે, કારોબારી ચેરમેનની પસંદગીના વિરોધમાં બળવા ઉપર ઉતરનારા અન્યનો ટિકિટથી વંચિત રખાયા નથી. આમ, પક્ષનું સારું નરસું લગાડવાનું ગણિત કામ કરી ગયું હોય એવું નથી લાગતું. બળુકાના બે ભાગ જેવો તાલ સર્જાયો છે.

અત્યાર સુધીમાં સર્વાધિક મુસ્લિમોને તક
ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમોની સર્વાધિક વસ્તી ધરાવતા વોર્ડ નંબર 1થી 3માં તો 7 મુસ્લિમોને તો ટિકિટ અાપી છે. પરંતુ, આ વખતે વોર્ડ નંબર 4માં 1 ઉપરાંત વોર્ડ નંબર 5માં ડો. નૂસરત નસીમ લાહેજી પરમાર, વોર્ડ નંબર 6માં નસીમ ઈબ્રાહિમ પઠાણ અને વોર્ડ નંબર 10માં રેહાના અજીમ નોડેને પણ ટિકિટ આપી છે. આમ, ભાજપે અત્યાર સુધીમાં સર્વાધિક 11 મુસ્લિમોને ટિકિટ ફાળવી છે. જોકે, દાવેદાર અનવર નોડેની ઉપેક્ષા કરાઈ છે, જેથી નારાજ અનવર નોડેએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ઉપેક્ષાથી દુ:ખ છે. પરંતુ, પક્ષને વફાદાર રહીશ.

કેટલી મહિલાઅોઅે દાવેદારી કરવા નનૈયો ભણી દીધો
મીનાક્ષી દિપક ચંદે અને જિજ્ઞા જિજ્ઞેશ ઠક્કર સહિતની કેટલી મહિલાઓએ દાવેદારી કરવાનો નનૈયો ભણી દીધો હતો, જેથી લોહાણા મહિલા ઉમેદવાર શોધવામાં પક્ષને તકલીફ પડી હતી.

1 લોહાણો ઘટ્યો, 1 ક્ષત્રિય ઉમેદવાર વધ્યો
ગત ટર્મમાં લોહાણા મહાજન જ્ઞાતિના 7 ઉમેદવારોને ટિકિટ મળી હતી અને 4 ક્ષત્રિયોને ટિકિટ અપાઈ હતી. પરંતુ, આ વખતે માત્ર 4 લોહાણા જ્ઞાતિનાને ટિકિટ મળી અને ક્ષત્રિય જ્ઞાતિના 5 ઉમેદવારો ટિકિટ મેળવવામાં
સફળ થયા છે.

રિપીટ ઉમેદવારો
કાસમ સુલેમાન કુંભાર, હેમલતા પ્રદીપ ભાનુશાલી, જલધિ ઉર્ફે જગત વ્યાસ, રશ્મિ ધર્મેન્દ્ર સોલંકી, મહિદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા, રેશ્મા જીતેન્દ્ર ઝવેરી, બિંદીયા મેહુલ ઠક્કર, અશોક નાનજી પટેલ રિપીટ કરાયા છે.

ભુજમાં ઉમેદવારોના નામો જાહેર કરતા પહેલા ભાજપનો મેળાવડો
ભુજ શહેર સ્થિત હોટલ વિરામમાં ગુરૂવારે જિલ્લા ભાજપે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી બહાર પાડતા પહેલાં કાર્યકરોની વિશાળ બેઠક યોજી હતી, જેમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતિથિએ વીડિયો કોન્ફરન્સ ઉપરાંત જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ પ્રદેશ કક્ષાએથી મળેલી પક્ષની સૂચના અને આદેશથી વાકેફ કર્યા બાદ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની છબિ ઉપર પુષ્પ વૃષ્ટિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો