તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:ભુજ-ગાંધીધામમાં 18મી સુધી રાત્રી કફર્યૂ સાથે વિશેષ પ્રતિબંધો યથાવત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના ધંધાર્થીઓના કચવાટ વચ્ચે જાહેરનામું લંબાવાયું

ભુજ અને ગાંધીધામમાં રાત્રિ કફર્યૂ અને વિશેષ નિયંત્રણ સાથેના જાહેરનામાની મુદત ફરી વધારવામાં આવી છે. મોટા મોલ ચાલુ છે અને રેસ્ટોરન્ટને પાર્સલની છૂટ છે ત્યારે લારી-ગલ્લાના ધંધાર્થીને પાર્સલની છૂટ આપવા માંગ કરી છે.

કલેક્ટર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાની સમય મર્યાદા વધારીને તા.18-5ના સવારના 6 વાગ્યા સુધીની કરવામાં આવી છે. જે મુજબ ભુજ અને ગાંધીધામમાં આવશ્યક સેવાઓ સિવાય આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક/વ્યાપારીક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ્સ (Take away Service સિવાય),તમામ લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્‍બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર,જીમ,સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ અને કોમર્શીયલ કોમ્પલેક્ષ બંધ રહેશે. તમામ માર્કેટીંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. APMCમાં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત રાત્રિ કફર્યૂ પણ યથાવત રહેશે.

વધુમાં જિલ્લાના મંદિરોના દ્વાર પણ લોકો માટે બંધ રાખવા સહિતના નિયંત્રણની અવધિ પણ લંબાવાઈ છે. જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ફોજદારી ઘારાની અને ઘ ગુજરાત એપેડેમિક રેગ્યુલુશન અન્વયે શિક્ષાને પાત્ર થશે.

રાત્રી કર્ફ્યુ અને અાંશીક લોકડાઉનમાં પહેલાના કેસો

તારીખભુજગાંધીધામ
31/3થી 6/45333

​​​​​​​ ​​​​​​​

રાત્રી કર્ફ્યુ અને અાંશીક લોકડાઉન બાદના કેસો

તારીખભુજગાંધીધામ
7/4થી 13/4105
14/4થી 20/417191
21/4થી 27/4313217
28/4થી 4/5258185
5/5થી 11/5257152

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...