તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધાર્થીઓ આનંદો:ભુજ-ગાંધીધામમાં આવતીકાલથી લારી, દુકાનો સાંજે 6ના બદલે 7 સુધી ખુલ્લા રહેશે

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 વ્યક્તિની મર્યાદામાં રેસ્ટોરેન્ટ ખોલવાની છૂટ : રાત્રિના 12 સુધી હોમ ડિલિવરી કરી શકાશે
  • રાત્રિના 9થી સવારે 6 વાગ્યા સુધી કફર્યૂ યથાવત : રાજ્યના ગૃહ વિભાગનો આદેશ

ભુજ અને ગાંધીધામમાં તા.11-6, શુક્રવારથી લારી-ગલ્લા, દુકાનો સવારના 9થી સાંજે 6ના બદલે 7 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે અને રાત્રિ કફર્યૂ યથાવત રહેશે.

રાજ્યના મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત બાદ ગૃહવિભાગે બહાર પાડેલા પરિપત્ર મુજબ ભુજ, ગાંધીધામમાં રાત્રિ કફર્યૂ, આંશિક નિયંત્રણોની મુદત વધારીને તા.11-6ના રાત્રે 9થી તા.26-6ના સવારે 6 વાગ્યા સુધીની કરવામાં આવી છે. બંને શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલુન, બ્યૂટી પાર્લર, અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સવારના 9થી સાંજે 6 વાગ્યાના બદલે શુક્રવારથી એક કલાક વધારી સાજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે, જેથી નાના ધંધાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ સમય દરમ્યાન રેસ્ટોરેન્ટ 50 વ્યક્તિની બેસવાની વ્યવસ્થા સાથે ખુલ્લી શકશે, જો કે, રાત્રે 12 વાગ્યા સુધી હોમ ડિલિવરી ચાલુ રાખી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા લદાયેલા નિયંત્રણોમાં સમયાંતરે વિશેષ છુટછાટ આપવામાં આવી રહી છે.

જિલ્લામાં ધાર્મિક સ્થળો, બાગ-બગીચા ખુલશે
કચ્છમાં તા.11-6થી 50 ટકા ક્ષમતા સાથે જીમ, વાંચનાલયો ખુલશે. જાહેર બાગ-બગીચા સવારે 6થી સાંજે 7 સુધી ખુલ્લા રહી શકશે. અંતિમક્રિયામાં 20 વ્યક્તિની સંખ્યા નિયત કરાઇ છે. રાજકીય, સામાજિક (બેસણું વગેરે), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો 50 વ્યક્તિની મર્યાદામાં યોજી શકાશે અને ધાર્મિક સ્થળો પણ 50થી વધુ વ્યક્તિ એકત્ર ન થાય તે રીતે ખુલ્લી શકશે.

સ્વિમિંગ પુલ, થિયેટરો બંધ રહેશે
સમગ્ર કચ્છમાં તા.25-6 સુધી અઠવાડિક ગુજરી, બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટર (ઓનલાઇન શિક્ષણ સિવાય), શૈક્ષણિક કાર્યક્રમો, સિનેમા, થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, મનોરંજક સ્થળો, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...