તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણેશ મહોત્સવ:ભુજમાં દિવ્યાંગો કૃત ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓએ શહેરમાં આકર્ષણ જમાવ્યું

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાપરની ગ્રામ સેવા સંગઠન સંસ્થા અને ભુજ રોટરી વોલ સિટીના સયુંકત ઉપક્રમે આયોજન
  • દિવ્યાંગો દ્વારા ગણેશજીની મૂર્તિઓના વેંચાણ માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં

ભુજમાં શારીરિક માનસીક વિકલાંગો દ્વારા આગામી ગણેશ મહોત્સવ પૂર્વે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓના વેંચાણ માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં એકથી ત્રણ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી અવનવા આકાર સાથેની રંગબેરંગી મૂર્તિઓ હાલ લોકોમાં આકર્ષકનું કેન્દ્ર બની છે.

દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે આયોજન કરાયુશારીરિક માનસિક વિકલાંગતા ધરાવતા લોકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે જિલ્લા ઉધોગ કેન્દ્ર પુરસ્કૃત અને ભુજ રોટરી વોલ સીટી ક્લબના સહયોગથી રાપરની ગ્રામ્ય સેવા સંગઠન સંસ્થાના સયુંકત ઉપક્રમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ શહેરના જ્યુબિલીથી વિડી માર્ગ પર સ્ટોલ લગાવીને થઈ રહ્યું છે. ગણેશ મહોત્સવ પ્રસંગે મંડપમાં આ મૂર્તિઓ સ્થાપિત કરવાથી પર્યાવરણને નુકશાન પહોંચતું નથી અને દિવ્યાંગોને પણ મદદરૂપ બની શકાય છે. આ પ્રકારની મૂર્તિઓનું વેંચાણ સમગ્ર જિલ્લામાં કરવું જોઈએ તેમ રોટરી વોલ સીટી ક્લબના પ્રમુખ રાજ માણેક અને પ્રોજેકટ ચેરમેન વિશાલ ઠક્કરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...