તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ભુજ શહેર અને ગ્રામ્યમાં 3 કેસ, 9 તાલુકા કોરોનાથી કોરા રહ્યા

ભુજ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મંગળવાર બન્યો મંગળ : માત્ર 71 દર્દી સારવાર તળે
 • ભુજમાં બે અને તાલુકાનો 1 મળી 3ના રિપોર્ટ પોઝિટિવ

કચ્છ માટે મંગળવાર મંગળ બન્યો હોય તેમ ભુજ શહેરના 2 અને તાલુકાનો 1 મળીને માત્ર 3 કેસ બહાર આવતાં બાકીના 9 તાલુકા કોરોનાથી કોરા રહ્યા હતા. બીજી બાજુ સ્વસ્થ થયેલા 11 દર્દીને સારવારમુક્ત કરાતાં હવે એક્ટિવ કેસનો આંક ઘટીને 71 થયો છે. સપ્તાહની શરૂઆત સારી રહેતાં સોમવારે કોવિડના માત્ર બે કેસ નોંધાયા હતા. બીજા દિવસે આ સીલસીલો જારી રહ્યો હતો અને ભુજ શહેરમાં 2 તેમજ તાલુકાનો 1 મળીને 3 દર્દીના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

આમ લાંબા સમય બાદ બાકીના 9 તાલુકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. બીજી બાજુ ભુજમાં સૌથી વધુ 5 દર્દીની સાથે વધુ 11 સ્વસ્થ થઇ જતાં સારવાર મુક્ત કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી 4447 પોઝિટિવ પૈકીના 4264 દર્દીએ કોરોના સામેની લડાઇ જીતી છે જ્યારે 81ના મોત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો