તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:ભુજમાં ભાજપના નગરસેવકોએ રાજગોર જ્ઞાતિને કોરોનાની રસી માટે પ્રેર્યા

ભુજ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આર.ટી.ઓ. સમાજવાડીમાં 163 વ્યક્તિએ લાભ લીધો

ભુજમાં શનિવારે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોઅે અાર.ટી.અો. રિલોકેશન સાઈટ રાજગોર સમાજ વાડીમાં રાજગોર સમાજના લોકો માટે કોરોના સામે રક્ષણ અાપતી રસી લેવાનું અાયોજન કર્યું હતું, જેમાં 163 વ્યક્તિઅોઅે લાભ લીધો હતો.

ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10 નગરસેવકો દ્વારા 45 કે તેથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણનું આયોજન કર્યું હતું, જેમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, ભુજ શહેરના પ્રથમ નાગરિક ઘનશ્યામ ઠક્કર, ભુજ રાજગોર સમાજના કાર્યકારી પ્રમુખ ભરતભાઈ.ગોર, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ રાહુલ ગોર, વોર્ડ નંબર 10 ના નગરસેવકો કશ્યપ ગોર, રશીલા પંડયા અને ભુજ શહેર ભાજપના મંત્રી, હસ્મીતાબેન ગોર, ભુજ વોર્ડ નં 11ના નગરસેવક ધર્મેશ જોષી, બિમલ, શાંતિલાલ ગોર, મહેંદ્ર, નિખીલ ગોર, પ્રવિણભાઇ માલાણી, વિનોદભાઈ નાકર, મેહુલ ગોર, મંજુલાબેન ચિત્રોળા સાથે અર્બન-2નો આરોગ્ય સ્ટાફના હીનાબેન ઠાકર, શાન્તાબેન લોચા, જ્યોત્સનાબેન સંજોટ તથા આશાબેન શાહિન તેમજ નર્સિંગ ટુડન્ટ હાજર રહ્યા હતા. સમાજના વડીલ એવા રેવાશંકરભાઇ માંકાણી તથા તેમના ધર્મ પત્ની પણ રસીકરણમા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો