માથાનો દુ:ખાવો:ભુજમાં ફરી ગટર સમસ્યા વકરી, મુખ્ય ચેમ્બર્સ ઉભરાવવાનું શરૂ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ શહેરમાં છેલ્લા પાંચેક વર્ષથી ગટરની સમસ્યા માથાના દુખાવા રૂપ થઈ ગઈ છે, જેમાં છેલ્લે તાજેતરમાં જ શહેરની નાની મોટી અને મુખ્ય ગટરની ચેમ્બર્સની સફાઈનો ઠેકો અપાયો છે. જે પણ અખતરો જ સાબિત થયો છે. કેમ કે, છેલ્લા ત્રણેક દિવસથી અેક પછી અેક ચેમ્બર ઉભરાવવાનું શરૂ થઈ ગયું છે. રવિવારે ઘનશ્યામ નગર પાસે તો હાલત બદથી બદતર થઈ ગઈ હતી.

ભુજ નગરપાલિકાઅે ગટરની ચેમ્બર્સની સફાઈના કાર્યમાં ફિક્સ વેતનથી કર્મચારીઅો રાખ્યા હતા. પરંતુ, પગારમાં કાૈભાંડની અાશંકાથી છૂટા કરી નાખ્યા અને સકર મશીનથી સફાઈ કરાવવા ઠેકો અાપી દીધો. પરંતુ, અેમાંય કોઈ ફાયદો જણાયો નથી. અે પ્રયાસ પણ અખતરો સાબિત થયો છે. ઠેરઠેર ચેમ્બર ઉભરાવવાનું શરૂ થઈ ગયું છે. લાલ ટેકરીનો ઢાળ ઉતરતા નવી શાક માર્કેટ તરફ જતા ચાર રસ્તે ગટરની મુખ્ય ચેમ્બર બેસી ગઈ છે, જેથી સમસ્યા સર્જાયાનું સામે અાવ્યું છે.

પમ્પિંગ સ્ટેશનનું સંચાલન પણ નથી થતું
શહેરની ગટરના ગંદા પાણી અેક ચેમ્બરથી બીજી ચેમ્બર સુધી ધકેલી છેક નાગોર રોડ સુધી પહોંચાડવા 12 જેટલા પમ્પિંગ સ્ટેશન છે. જેનું સંચાલન ઠેકેદારને સોંપ્યું હતું. જેનું પણ હવે નગરપાલિકાઅે જ સંચાલન શરૂ કર્યું છે. પરંતુ, અવારનવાર ઠેકેદારની મદદ લેવી પડે છે. અામ, પમ્પિંગ સ્ટેશનના સંચાલનમાં પણ અખતરા થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ બહુ અોછા પદાધિકારી જાણકારી રાખે છે. જાણકારીના અભાવે શંકાઅો પેદા થાય છે. શંકાઅોમાં ખોટા નિર્ણય લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...