રોડ નહીં તો ટોલ નહીં:ભુજમાં આમ આદમી પાર્ટી દ્વારા 'રોડ નહીં તો ટોલ નહીં'ના નારા સાથે તંત્રને આવેદનપત્ર અપાયું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ બાદ જિલ્લાના ધોરીમાર્ગોની હાલત બિસ્માર બનતા રોષ વ્યકત કરાયો

ભુજ કલેકટર કચેરી ખાતે આજે જિલ્લાના બન્ને વિભાગની આમ આદમી પાર્ટી દ્વારા રોડ નહીં તો ટોલ નહીંના સૂત્ર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે જિલ્લાના વિવિધ ધોરીમાર્ગોની બિસ્માર હાલત પ્રત્યે તંત્રનું ધ્યાન દોરી એના યોગ્ય નિરાકરણની માંગ કરી હતી.

આવેદનપત્ર અનુસાર છેલ્લા બે વર્ષથી લખપત-નલિયા-ભુજ ધોરીમાર્ગ અને બનાસકાંઠા તથા રાજકોટ-અમદાવાદને જોડતા ધોરીમાર્ગની હાલત બિસ્માર હોવાનું દર્શાવ્યું છે. આ માર્ગો પર ઉંડા ખાડા પડી ગયા છે, છતાં ટોલ લેવામાં આવે છે એવું આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકતા સંજય બાપટ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચલાવી રહ્યા છે. આજે કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી, પૂર્વ અને પશ્ચિમ કચ્છ જીલ્લાની સંયુક્ત આગેવાની હેઠળ રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્ર આપતી વખતે પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી કે.કે.અંસારી, ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી રાજેશ પીંડોરીયા, પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ રોહિત ગોર, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠક્કર, સંજય બાપટ ઉપપ્રમુખ કચ્છ, રાજેશ જબુઆની પ્રમુખ ભુજ તાલુકા, જાડેજા ગજેંદ્રસિંહ પ્રમુખ મુન્દ્રા શહેર, અંકિત બોરીચા પ્રમુખ અંજાર તાલુકા, અરવિંદ હિરાણી ઉપપ્રમુખ ભુજ, રાયમા રફીકભાઈ ભુજ શહેર ઉપપ્રમુખ, સતીશ રાવલ ઉપપ્રમુખ મુન્દ્રા શહેર, ભુજ શહેર ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ ચુડાસમા, ભુજ શહેર મંત્રી બુચિય ગાંગજી, ભુજ શહેર મહામંત્રી વિનોદ ગોર, શહેર મહિલા મોરચા પ્રમુખ ક્રિષ્નાબેન ઠકકર, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કચ્છ જિલ્લા અંકિતા ગોર, મિથુન ગોસ્વામી, દેવજ જશા વરચંદ, પ્રવીણ વરસાની સહિતના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...