ધરપકડ:ભુજમાં રાજસ્થાનના ટ્રાવેલર્સ પાસેથી 20 લાખની લૂટના કેસમાં કુખ્યાત ચીટર પકડાયો

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સસ્તા ભાવે સોનું આપવાનું કહી ભુજ બોલાવી ત્રણ ચીટરોએ છરીની અણીએ લૂંટી લીધો

સસ્તા ભાવે સોનુ આપવાની લાલચે ભુજના ચીટર ટોળકીએ રાજસ્થાનના ટ્રાવેલ્સના ધંધાર્થીને સસ્તાભાવે સોનું આપવાની લાલચ આપી છરીની અણીએ 20 લાખ લૂંટી લેવાના મામલામાં સુત્રધાર કુખ્યાત ચીટર અબ્દુલ કાસમ બજાણીયાને પોલીસે ધરપકડ કરી લીધી છે.\nપ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગત નવ ઓગસ્ટ 2021ના ભુજના છત્રીસ ક્વાર્ટર ચાર રસ્તા પાસેના વાડામાં બન્યો હતો. ફરિયાદી દિલીપભાઇ અર્જુનલાલ આચાર્ય નામના ટ્રાવેલ્સનો વ્યવસય કરતા યુવકને ભુજની ચીટર ટોળકીના આદીલ, હાજી અનીશ, અને સુલતાન મીર્ઝા સહિત ત્રણ શખ્સોએ ફરિયાદીને સસ્તુ સોનુ આપવાની આપી રાજસ્થાનથી ભુજ બોલાવ્યો હતો. ત્યાર બાદ ફરિયાદીએ સોનુ આપવાની વાત કરતાં આરોપીઓએ છરીની અણીએ ફરિયાદી પાસેથી રૂપિયા 20 લાખ રૂપીયા પડાવી લીધા હતા.

આ કેસમાં પશ્ચિમ કચ્છ લોકોલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ ભુજ બી ડિવિઝન પોલીસની ટીમે ચીટર ટોળકીના મુખ્ય સુત્રધાર અબ્દુલ કાસમ અજાણીયા (ઉ.વ.48)ની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય બે શખ્સ સુલ્તાન સુલેમાન કુંભાર તથા ફીરોઝને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

ચીટર અબ્દુલ અજાણીયા આ છે ઇતિહાસ
કુખ્યાત ચીટર અબ્દુલ બજાણીયા ટોળકીએ કચ્છ સહિત ગુજરાત અને બહારના રાજ્યોમાં પણ સસ્તા સોનાના નામે ચીટીંગ કરી છે, જેમાં અબ્દુલ અને તેના સાગરીતો સામે ગુના નોંધાઇ ચુક્યા છે.આ ચીટર પોલીસ સાથે સારો ગરોબો ધરાવે છે. અગાઉ એક પોલીસ પુત્રના લગ્ન પ્રસંગે જાહેરમાં ફાયરીંગ કર્યાની ઘટનામાં અબ્દુલ બજાણીયા અને એક પોલીસ કર્મચારીનો વિડીયો વાયરલ થયો હતો બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...