ઉકાળાનું વિતરણ:ભુજમાં વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું વિતરણ શરૂ કરાયું

ભુજ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરતા-ફરતા વાહન મારફતે ઉકાળાની સાથે માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું

જિલ્લા મથક ભુજ શહેરના દરેક વિસ્તારમાં વિવિધ સંસ્થાના સંયુકત ઉપક્રમે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. માઈક સિસ્ટમ લાગેલા વાહન સાથે લોકોમાં રોગ પ્રતિકાર શક્તિનો સંચાર કરવા ઉકાળો આપવામાં આવી રહ્યો છે. ભુજની સત્યમ સંસ્થા, તાનારીરી મહિલા મંડળ અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આ ઉકાળો જિલ્લા પંચાયતની આયુર્વેદિક શાખાના સહયોગથી પીવડાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી સેંકડો લોકો ઉકાળાનો લાભ લઈ ચુક્યા છે.

હરતા-ફરતા વાહન મારફતે ઉકાળા સાથે માસ્કનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આયુર્વેદિક ઉકાળો આપતા પહેલા પ્રથમ સેનેટાઈઝરથી હાથ સાફ કરાવાય છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી, પિનાકીન માંકડ, શીવાંગ અંતાણી, જેન્તીભાઈ ડુડીયા, કાર્તિક અંતાણી,લીલાબેન ઠક્કર, સ્મિતા અંતાણી, કલાવંતી બેન ચૂલા, દક્ષા બેન ડુડીયા, મિલી બેન પિત્રોડા, રશિલા બેન મોતા તેમજ અન્ય લોકો જોડાઈને આ ઉકાળાનું વિતરણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...