તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • In Bhuj, A Case Was Registered Against A Trader In A Case Of Burning With Petrol, A Complaint Was Registered After The Statement Of The Trader

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભુજમાં પેટ્રોલથી સળગાવાના કેસમાં વેપારી સામે ગુનો નોંધાયો, વેપારીના નિવેદન બાદ નોંધાઇ ફરિયાદ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજના નવી રાવલવાડી સ્થિત રઘુવંશી ચોકડી વિસ્તારમાં ગુરૂવારે બપોરે કેબીનવાળા અને ગ્રાહક વચ્ચે પેટ્રોલ મુદે થયેલા ઝઘડામાં નજરે જોનારાઓ અને સ્થાનિકોના કહેવા મુજબ દુકાનદારે પેટ્રોલ છાંટ્યું હોવાથી ગ્રાહક સળગ્યો હતો.અલબત પોલીસ નિવેદન બાદ વેપારીની ફરિયાદ પરથી ગ્રાહકે ઉધારમાં માંગણી કર્યા બાદ વેપારી પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દેતાં ગ્રાહક વિરૂધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.

ફરિયાદી ઘનશ્યામભાઇ કરશનદાસ ઠકકરે પોલીસને જણાવ્યું હતું કે, પરેશ દામજીભાઇ પરમાર બપોરે કેબીન પર આવ્યો હતો. અને બીડી તેમજ પેટ્રોલ ઉધારમાં માંગતાં ફરિયાદીએ અગાઉના રૂપિયા આપવાની વાત કરતાં પરેશે ગાળા ગાળી કરીને ફરિયાદીની કેબીનમાંથી પેટ્રોલની બોટલ લઇ ઘનશ્યામભાઇ પર છાંટી હતી. અને પરેશ નશામાં હોવાથી પડી ગયો હતો.જેના કારણે પેટ્રોલ તેના શરીર પર રેળાયું હતું. તેના હાથમાં બીડી બાકસ હોઇ વેપારી ઘનશ્યામભાઇને સળગાવવા જતાં પોતે સળગી ગયો હતો. જેમાં વેપારી પણ દાઝી ગયા હતા. એ ડિવિઝન પોલીસે વેપારીની ફરિયાદ પરથી પરેશ પરમાર વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો