તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ભુજમાં 19 વર્ષીય યુવાને પંખે ઓઢણી બાંધી ગળેફાંસો ખાધો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બળદીયા ગામે ઝેરી દવા પીનારી પરિણિતાએ દમ તોડયો

ભુજની જુની રાવલવાડીમાં ગરબી ચોક પાસે રહેતા 19 વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર પંખાના હુકમાં ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ લેતા સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તો બીજી તરફ ભુજ તાલુકાના બળદીયા ગામે યુવાન પરિણિતા બે દિવસ પૂર્વે પતિ સાથે જમવા મુદ્દે ઝઘડો થવાના મનદુ:ખે જંતુનાશક દવા ગટગટાવી હતી, જેને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તેણે દમ તોડી દીધો હતો.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, શહેરની જુની રાવલવાડીમાં રહેતો કુલદીપ નવીનભાઇ મહેશ્વરી (ઉ.વ.19) રવિવારે પોતાના ઘરે બપોરે છ વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર સ્ટોર રૂમના પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એ ડિવિઝન પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

બીજી તરફ, માનકુવા પોલીસમાં મૃતકના પતિ રાહુલ જેનતીભાઇ નાયક (ઉ.વ.22, મુળ પંચમહાલ, હાલે રતીલાલ પટેલની વાડીએ, બળદીયા) જાહેર કરેલી વિગતો મુજબ તેની પત્ની રમીલાબેન રાહુલભાઇ જેન્તીભાઇ નાયક (ઉ.વ. 20) અને તેના વચ્ચે તા. 4-6ના સવારે સાતેક વાગ્યે વાડીએ જમવા મુદ્દે ઝઘડો થયો હતો. બળદીયા ગામે રતીલાલ પટેલની વાડીએ બનાવ બન્યો હતો, જમવા બાબતે ઝઘડો થયો હતો જે બાબતે મનમાં લાગી આવતા જંતુનાશક દવા પી ગઇ હતી, જેને સારવાર દરમિયાન જી. કે. જનરલ હોસ્પિટલમાં રવિવારે બપોરે ત્રણ વાગ્યે દમ તોડયો હતો.

અન્ય સમાચારો પણ છે...