તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:ભુજમાં જૂની અદાવતનું સમાધાન કરવાની ના પાડતા 4 જણે માર માર્યો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા સલાયાની મહિલાને ઘરમાં ઘુસીને વ્યાજખોરોઅે ધમકી અાપી

ભુજ શહેરના લખુરાઇ ચાર રસ્તા પાસે જૂની અદાવતનું સમાધાન કરવાની ના પાડતા યુવકને ધારીયુ મારવાનો પ્રયાસ થયો હતો અને ચારેક શખ્સોઅે મળી માર માર્યો હતો. તો માંડવીના મોટા સલાયાની મહિલાના ઘરમાં ઘુસીને વ્યાજખોરો દ્વારા ધાકધમકી મળતા માંડવી મરીન પોલીસ મથકે મહીલા સહિત છ શખ્સો સામે ફોજદારી નોંધાઇ હતી.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, ગફુરભાઇ સુમારભાઇ કુંભાર (રહે. ભુજ)વાળાઅે મુસ્તાક જુસબ મ્યાત્રા, કરીમ મામદ કુંભાર, કાસમ હાજી અને અેક અજાણ્યા ઇસમ સામે ફોજદારી નોંધાવી હતી. ફરિયાદી સાથે ત્રણેક મહિનાથી જૂની ટસલ ચાલતી હોઇ તેમાં સમાધાન કરવાના મનદુ:ખે ફરિયાદી લખુરાઇ ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અારોપીઅો ધારીયા અને લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો, જેથી ઇજાઅો પહોંચતા સારવાર માટે 108 મારફતે સારવાર માટે ખસેડાયો હતો. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માંડવીના મોટા સલાયામાં રહેતા હમીદાબાઇ અબ્દુલકાદર સમાઅે જોરૂબેન ઇકબાલ, ઇકબાલ જુણેજા, અકીલ કાસમ જુણેજા, અાસીફ કાસમ જુણેજા, અલ્ફાના કાસમ જુણેજા વિરૂદ્ધ ફોજદારી નોંધાવી હતી. જોરૂબેન અને ઇકબાલ પાસેથી ચાર વર્ષ અગાઉ 60 ટકાના વ્યાજ દરે દોઢ લાખ રૂપિયા લીધા હતા, અાજ સુધી પંદર લાખ રૂપિયાના હપ્તા ચુકવ્યા હતા ઉપરાંત બજાજ ફાઇનાન્સમાંથી લોન કરાવીને ફ્રીઝ તથા મોબાઇલ પણ ખરીદા હતા તેના હપ્તા પણ ફરીયાદીઅે ભર્યા હતા, તેમ છતાં 3 લાખ 85 હજાર રૂપિયા બાકી નિકળતા હોવાનુ કહી ઘરમાં ઘુસી ધાક ધમકી કરતા માંડવી મરીન પોલીસ મથકે ફોજદારી નોંધાઇ હતી.

મુન્દ્રાની કંપનીમાં મશીનમાં કર્મીનો હાથ ફસાઇ જતા ઇજા
મુન્દ્રાના સુરતનગરમાં સ્ક્રેપ્સ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારી ગણેશ રામપ્રવેશ મિશ્રા (ઉ.વ.40)નુ કામ કરતી વખતે મશીનમાં હાથ ફસાઇ ગયો હતો જેને સારવાર માટે પ્રાથમિક સારવાર માટે અદાણી હોસ્પિટલ મુન્દ્રા લઇ ગયા બાદ વધુ સારવાર ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...