તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ષો પછી પરિવારજનો સાથે મિલન:ભુજમાં 18 માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતાં ઘર તરફ કર્યું પ્રયાણ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામદેવ સેવાશ્રમ પાલારાના 14 અને માનસિક આરોગ્ય હોસ્પિટલ ભુજના 4નું પરિવાર સાથે થશે મિલન

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળેથી 14 અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં 4 મળી એકી સાથે અઢાર માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર તરફ પ્રયાણ કરતાં તેઓને શુભેચ્છા પાઠવવા એક કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિનિયર સિવિલ જજ તથા એડીશનલ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ બી.એન. પટેલનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. અમનનો ઓટલો સંસ્થાના દયારામ મારાજ, શ્રદ્ધા ફાઉન્ડેશનના દિનાનાથજી, વિરાંગના સ્પેશિયલ સ્કોર્ડ પશ્ચિમકચ્છ ભુજના શીતલબેન નાઇ, ગાયત્રીબેન બારોટ, રમીલાબેન શાહુ, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજાએ અતિથિવિશેષપદ શોભાવ્યું હતું.

સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવરે સંસ્થાની કચ્છમાં ચાલી રહેલી 49પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી. કોરોના કાળમાં પણ આ માનસિક દિવ્યાંગોની ખાસ કાળજી લેવામાં આવેલ માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં 1034 માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડ્યા છે. 3 વર્ષથી શરૂ થયેલા શ્રી રામદેવ સેવાશ્રમસ્થળેથી 465 માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે.

કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાનેથી ઉદ્બોધન કરતાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ બી.એન.પટેલે જણાવ્યું હતું કે, માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી ઘર સુધી પહોંચાડવાનું કાર્ય અદ્ભૂત છે. હૃદયપૂર્વકની સેવા છે. ઘરે જઇ રહેલા માનસિક દિવ્યાંગોની ખુશી જોઇ પુનઃમિલનની ઘડીઓથી આનંદ અનુભવું છું. બિહાર-4, ઉત્તર પ્રદેશ-3, મહારાષ્ટ્ર-5, ઝારખંડ-2, આસામ-1, કર્ણાટક-1, પંજાબ-1 હરીયાણા-1 મળી જુદા-જુદા 8 રાજ્યોમાં અઢાર માનસિક દિવ્યાંગોને વાહન મારફતે શ્રદ્ધા રીહાબિલીટેશન ફાઉન્ડેશન કર્જત મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી શ્રદ્ધા ફાઉન્ડેશન તેઓને તેમનાં રાજ્ય-ગામઅને ઘર સુધી પહોંચતા કરશે.

કાર્યક્રમની આભારવિધિ શંભુભાઇ જોષીએ કરી હતી.. વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, મુરજીભાઇ ઠક્કર, ભુપેન્દ્ર બાબરીયા, પંકજ કુરવા, મહેશ ઠક્કર, દિલીપ લોડાયાએ સહકાર આપ્યો હતો. માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજ, ‘બી, ડિવિઝન પોલીસ સ્ટેશન-ભુજ, જિલ્લા આરોગ્ય ખાતુ, અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ભુજ, ગુજરાત અદાણી ઇન્સ્ટ્રુ. મેડીકલ સાયન્સ જી.કે. જનરલ હોસ્પીટલે માનવતાનાં આ કાર્યમાં સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...