તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભીરંડીયારામાં વધુ 17 અનઅધિકૃત વાડા તોડી પાડી 320 એકર જમીન ખુલ્લી કરાવાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે 210 એકર સરકારી જમીન પર 11 વાડા હટાવાયા હતા: કામગીરી આજે પણ યથાવત

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશને પગલે ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણો હટાવવામાં આવી રહ્યા છે ખાસ તો આ વિસ્તારમાં સરકારી જમીન પચાવી ખેતી કરવામાં આવતી હતી જેથી તંત્ર દ્વારા ખેતીલાયક દબાણો હટાવવામાં આવી રહ્યા છે.

પ્રથમ દિવસે ભીરંડીયારા ગામમાં 210 એકર સરકારી જમીન પર 11 વાડાઓ હટાવાયા બાદ બીજા દિવસે પણ કાર્યવાહી જારી રહી હતી જેમાં જેસીબી અને અન્ય સાધનોની મદદથી ખેતીના દબાણ હટાવી જમીન ખુલ્લી કરી દેવાઈ હતી.ખેતીલાયક વાવેતર અને સાથે બાવળો પણ ઊગી નીકળ્યા હોવાથી પાક અને બાવળો પર બુલડોઝર ફરાવી જમીન સાફ કરવામાં આવી રહી છે.

ભુજ ગ્રામ્યના ઇન્ચાર્જ મામલતદાર સી.આર.પ્રજાપતિએ જણાવ્યું કે,બીજા દિવસે બન્ની પ્રદેશમાં ભીરંડીયારા ખાતે 17 વાડા હટાવી 320 એકર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે હજી પણ આજે આ ગામમાં કાર્યવાહી કરવામાં આવશે.

ગામડાઓ વાઇઝ દબાણ હટાવની વ્યૂહરચના
બન્ની વિસ્તાર ઘણો મોટો છે જેથી તંત્ર દ્વારા તમામ દબાણો હટાવવા માટે એક્શન પ્લાન અને વ્યૂહરચના ગોઠવવામાં આવી છે જે પ્રમાણે ગામડાઓમાં જઈ ગામના સંપૂર્ણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે એક બાદ એક ગામોમાં ટિમો પડાવ નાખી ખેતીલાયક દબાણ દૂર કરશે..

અન્ય સમાચારો પણ છે...