તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In Bhatt Paliya Area Of Bhachau, Six Persons Attacked The Couple, Smashed The Door Of The House And Killed Them With A Sword.

દંપતી પર હુમલો:ભચાઉના ભટ્ટ પાળિયા વિસ્તારમાં છ શખ્સોએ દંપતી પર હુમલો કર્યો, ઘરનો દરવાજો તોડી તલવાર મારી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર પાસેથી ધીમી ગતિએ વાહન ચલાવવા મુદ્દે દંપતી પર હુમલો કરાયો

ભચાઉ નગરના ભટ્ટપાળીયા વિસ્તારમાં રહેતા સામજી રામજી મેરિયા અને તેમના પત્નીને છ શખ્સોએ ઘરનો દરવાજો તોડી તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘૂસીને હુમલો કરતા મહિલાનો પગ ભાંગી નાખ્યાનો ગુનો ભચાઉ પોલીસે નોંધ્યો છે.

બનાવના પગલે ઘરના બાળકો ગભરાઈ ગયા

ભચાઉના ભટ્ટપાળિયાં વિસ્તારમાં રહેતા સામજી રામજી મેરિયા સાંજે પોતાના ઘરે હતા. ત્યારે ગલીમાંથી ફોર વ્હિલ ધીમી ગતિએ ચલાવવાનું કહેતા આરોપી ખાનજી ગોકર ફફલે આ વાતનું મનદુઃખ રાખી રાત્રીના સમયે પોતાના બે પુત્રો પ્રતીક અને વિકાશ તેમજ ત્રણ અજાણ્યા ઈસમો સાથે ઘરનો દરવાજો તોડી તલવાર સહિતના હથિયારો સાથે ઘરમાં ઘુસી ગયા હતા. અને ફરિયાદી, તેમના પત્ની અને બે બાળકો પાસે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને હુમલો કરતા ફરિયાદીના પત્નીને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે ફરિયાદીને શરીરના હાથ પગ અને માથાના ભાગે ઇજા પહોંચાડી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલા અને તેમના પતિને ઘાયલ અવસ્થામાં દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવના પગલે ઘરના બાળકો ગભરાઈ જવા પામ્યા હતા.

ગરમ તાસીર ધરાવતા વાગડ વિસ્તારમાં નજીવી બાબતે મોટા ઝગડા છાસવારે બનતા રહેતા હોય છે. ત્યારે પોલીસ પ્રશાસન આ વિસ્તારમાં ગુનાહિત વૃત્તિ ધરાવતા તત્વો પર કડક કાર્યવાહી દ્વારા કાયદાનું ભાન કરાવે તે જરૂરી હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...