તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમોના ધજાગરા:ભચાઉમાં ભાજપ આગેવાનો ફરી એકવાર કોરોના ગાઈડલાઈન્સનું પાલન ભૂલ્યા

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉ તાલુકા પંચાયત કચેરી ખાતે ચેરમેનની વરણી સમયે નેતા નિયમ ભૂલ્યા

આજે ભચાઉ તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી ચેરમેનની વરણી થઈ જેમાં ભાજપના લોકો માંસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા અને ખુદ સરકારી કચેરી ખાતેજ સરકારની કોરોના ગાઈડલાઈના ધજાગરા ઉડાવતા હોય તેમ ઉપસ્થિત દરેક આગેવાન અને કાર્યકર ફોટો પડાવવાની લ્હાયમાં એકમેકને અડીને ઉભા રહેલા જોવા મળ્યા હતા.

ભચાઉ તાલુકાપંચાયત કચેરી ખાતે આયોજિત સામાન્ય સભા દરમ્યાન તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ,અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ,ભચાઉ ભાજપ પ્રભારીની હાજરીમાં કોવીડ ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્તા જોવા મળ્યા હતા.અને ખુદ જવાબદાર લોકોજ બેજવાબદારી ભર્યું વલણ દાખવ્યું હતું.

ભાજપના આગેવાનો દ્વારા ચેરમેનને અભિનંદન પાઠવતા સમય કોવિંડ નિયમોને ભૂલી કોરોના માર્ગદર્શિકાને અવગણી હતી. અને દો ગજકી દૂર નહિ પંરતુ બે ઇંચનું પણ ડીસ્ટન્સ જાળવ્યું નહોતું. બે દિવસ પૂર્વે ભુજ ખાતેની તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં પણ કોરોના ગાઈડલાઈ પ્રત્યે અવગણના થતી દેખાઈ હતી. તેમાં જોવાનું એ રહેશે કે શુ પૂર્વ કચ્છ પોલીસ જાહેરનામા અંતર્ગત કોઈ કાર્યવાહી કરે છે કે કેમ ?

અન્ય સમાચારો પણ છે...