પિતા-પુત્ર ઘાયલ:આમરવાંઢમાં ગ્રા.પં.ની ચુંટણીમાં ફટાકડા ફોડવા મુદે મારા મારી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હારેલા ઉમેદવારના ઘર પાસે જીતેલા ઉમેદવારના સમર્થકોએ કરી તડાફડી
  • ઇજાગ્રસ્તોને નલિયા હોસ્પિટલમાં ખસેડાયા કોઠારા પોલીસ મથકે પહોંચ્યો

અબડાસા તાલુકાના આમરવાંઢ ગામે સાંજે ગ્રામ પંચાયતની ચુંટણીમાં જીતેલા ઉમેદવારના સમર્થકો દ્વારા હારેલા ઉમેદવારના ઘર પાસે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવતાં મારા મારીનો બનાવ બન્યો હતો. જેમાં પિતા-પુત્રને ઇજા પહોંચતાં કોઠારા પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો.જો કે મોડે સુધી ફરિયાદ નોંધાવાઇ ન હતી.

આ ઘટના અંગે આમરવાંઢ ગામે રહેતા અને ગ્રામ પંચાયતની ચુંટણીમાં હારેલા આમદ હસન મંઘરાએ જણાવ્યું હતું કે, તેઓ અને તેમના પિતા હશન જાફર મંઘરા ખેતરેથી ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે તેમના ઘર પાસે ફટાકડા ફુટતા હોઇ જે અંગે કોણ ફટાકડા ફોડે છે તે તપાસ કરતાં જીતેલા ઉમેદવાર સલીમ ઉમર મંધરાં તેમજ તેમના પરિવાર સહિત 15 જેટલા લોકોએ ઉસ્કેરાઇ જઇને આમદ હશન મંધરા અને તેમના પિતાને માર માર્યો હતો. ઘાયલ પિતા-પુત્રોને સારવાર માટે નલિયા સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે કોઠારા પોલીસ મથકના પીએસઆઇ જી.પી.જાડેજાનો સંપર્ક કરતાં તેમણે બનાવ બન્યો હોવાનું સમર્થન આપ્યું હતું. અને અંદરો અંદરનો મામલો હોઇ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાવવા આવ્યું ન હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...