તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:આદિપુરમાં ડિલિવરી બોયે મોબાઈલના સ્થાને પથ્થર મોકલી ગ્રાહકોને છેતર્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘપર બોરીચીમાં એકજ મકાનમાં બીજી વખત ચોરી, તસ્કરો ગેસનો બાટલો અને ચૂલો ચોરી ગયા

પૂર્વ કચ્છના આદિપુરમાં ખાનગી કુરિયરના ડિલિવરી બોય દ્વારા 6 ગ્રાહકોને રૂ.1.37 લાખના મોબાઈલ કાઢી લઈ તેના સ્થાને બોક્સમાં પથ્થર ભરીને પહોંચડતા પીલીસ ફરિયાદ નોંધાઇ છે તો અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે તસ્કરો એકજ ઘરમાં પાંચ દિવસ બાદ ફરી ત્રાટકયા હતા અને ગેસના બાટલા ચૂલાની ચોરી કરી જવાયાની ફરિયાદ નોંધાઇ છે.

આદિપુરમાં રહેતા અને એ ટુ ઝેડ લોજીસ્ટિક નામની કુરિયર અને લોજીસ્ટિકનું કાર્ય સંભાળતા પ્રવીણ રઘુવીરસરણ ભારદ્વાજે લખાવેલી પોલીસ ફરિયાદ અનુશાર એક વર્ષના કરારથી તેમણે એમેઝોન ટ્રાન્સપોર્ટ સર્વિસનું કામ લીધું છે જેમાં 42 જેટલા ડિલિવરી બોય કામ કરે છે તેમાના આદિપુરના મુકેશ નાગજી પ્રજાપતિ નામના ડિલિવરી બોયે 6 જેટલા ગ્રાહકોને ઓન લાઈન ખરીદી દ્વારા મંગાવેલા મોબાઈલ ફોનના સ્થાને બોક્સમાં પથ્થરો ભરીને પહોંચાડ્યા હતા. આમ કરીને રૂ. 1 લાખ 37 હજાર 458ની ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યો હતો.

બીજી તરફ અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામના વિજયનગરની લાયન્સ નગર સોસાયટીમાં પાંચ દિવસ બાદ મકાન મલિક રાજેશ લાલવાણીના મકાનમાં ફરી ઘરના તાળા તોડી તસ્કરોએ ચોરી કરી હતી. પહેલા રૂ. 15 હજાર અને આજે વહેલી સવારના પાંચ વાગ્યે ધ્યાનમાં આવેલી ચોરીમાં તસ્કરોએ ઘરના સામાનને વેરવિખેર કરી નાખ્યો હતો જેમાં કંઈ ના મળતા ગેસનો ચૂલો અને બાટલો ચોરી ગયા હોવાનું રહેવાસીના ભાઈએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું હતું. અંજાર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...