જ્યુબેલી ગ્રાઉન્ડમાં કાર પર આવેલા બે ભાઇઓએ અગાઉની બોલાચાલીને લઇ બે યુવકને માર માર્યો હતો જેમાં એકના માથા પર બેટ ફટકારીને બે દાંત તોડી નાખ્યા હતા. જ્યારે બીજી તરફ લાલન કોલેજ પાસે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખીને ધોકાથી યુવાનો વચ્ચે અરસપર હુમલો કરાયો હતો. જેમાં ત્રણ યુવકોને ઇજા ગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે બન્ને બનાવોમાં 6 શખ્સો વિરૂધ ગુનો નોંધીને તપાસ ચલાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભગવતી હોટલ પાસે રોડ પર મોટર સાયકલ વચ્ચેથી હટાવવા મુદે થયેલી બોલાચાલનું મનદુખ રાખીને ગુરૂવારે રાત્રે સમાધાન કરવાના નામે ફરિયાદી ભાવસંગજી રામસંગજી ચાવડા (ઉ.વ.20) રહે મહાવીરનગર ભુજ અને તેમના શેઠ ઇન્દ્રસિંહ લેરૂભા જાડેજાને આરોપી હરદીપસિંહ જાડેજા અને હરદેવસિંહ જાડેજાએ જયુબેલી ગ્રાઉન્ડમાં બોલાવીને આરોપીઓ કારથી આવ્યા હતા. મારા માણસને બાઇક સાઇડમાં રાખવા મુદે કેમ ધમકાવ્યો કહીને ગાળા ગાળી કરીને આરોપીઓએ ફરિયાદીના શેઠની ઇન્દ્રસિંહના શર્ટનું કોલર પકડીને ગળદાપાટુનો માર માર્યો હતો.
ત્યારે ફરિયાદી ભાવસંગજી વચ્ચે પડતાં આરોપીઓ તેને પણ માર મારી હરદેવસિંહએ કારમાંથી બેટ કાઢીને ફરિયાદીના માથાના ભાગે ફટકારતાં ફરિયાદીને માથાના ભાગે ઇજા પહોંચી હતી. તેમજ મોઢાના ઇજા થતાં બે દાંતો તૂટી ગયા હતા. આસપાસની લોકો દોડી આવીને ફરિયાદી અને તેના શેઠને માર ખાતા છોડાવ્યા હતા. બી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
તો, બીજી તરફ લાલન કોલેજ પાસે શનિવારે સવારે ભુજના ગણેશનગરમાં રહેતા ભાવિક વંકાભાઇ રબારી (ઉ.વ.20) અને તેના મિત્ર સંદિપ હિરાભાઇ રબારી રહે કલ્યાણસર વાડીવાળાને અગાઉના ઝઘડાનું મનદુખ રાખીને મહેન્દ્રસિંહ સોઢા અને વિક્રમસિંહ સોઢા માર મારીને ભાવિકને માથાના ભાગે ધોકો ફટકારી ઇજા પહોંચાડી હતી.
ઘાયલોને હિરાભાઇ નથુભાઇ રબારી રહે કલ્યાણસર દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે સામે પક્ષે રણજીતસિંહ રમુભા જાડેજા (ઉ.વ.22) રહે મોટી ભુજપુર મુન્દ્રાવાળાને લાલન કોલેજ પાસે અગાઉના ઝઘડા મુદે રબારી સંદિપ અને તેના મિત્રએ ધોકાથી માર મારી ઇજા પહોંચાડતાં ઘાયલના મિત્ર વિનીત ભરતભાઇ રાજગોર રહે મોટી ભુજપુરવાળાએ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. પોલીસે બન્ને ઇજાગ્રસ્તોની જાણવા જોગ નોંધ લઇ આગળની તપાસ એ ડિવિઝન પોલીસે કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.