તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણનો ફાયદો:ભુજમાં છ જણના પરિવારમાં કોવિડ રસી લેનાર પુત્ર સંક્રમિતથી બાકાત રહ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર એકમેકની કાળજી રાખી મનોબળ વધારતું રહ્યું
  • મેડિસિન સાથે હવન અને આયુર્વેદિક ઉપચાર પણ ચાલું રાખી સ્વસ્થ બન્યા

કચ્છમાં પણ દેશની સાથે વધી રહેલા કોરોના કેસની સંખ્યા છેલ્લા બે માસમાં ચિંતાજનક સ્તરે વધી ગઈ છે. જેની સાથે અનેક અગમ્ય ઘટનાઓ પણ બનવા પામી છે. તો રાહતરૂપ સમાચારો પણ મળી રહ્યાં છે. જે કોરોનાકાળમાં આશ્વાસનરૂપ સાબિત થઈ રહ્યાં છે. આવાજ એક સમાચાર જિલ્લા મથક ભુજમાં સામે આવ્યા છે.

વડીલની તબીબની સલાહ મુજબ ઘરેજ સારવાર ચાલુ કરી

ભુજના રાવલવાડી વિસ્તારમાં રહેતા પત્રકાર રાજેન્દ્ર લીલાધરભાઈ ઠક્કર પોતાના માતા-પિતા, ધર્મપત્ની અને બે પુત્રો સાથે રહે છે. સત્સંગી જીવન જીવતા રાજેન્દ્રભાઇના માતુશ્રી વિસ દિવસ અગાઉ કોરોના સંક્રમિત થયા હતા. સ્વાભાવિક તેના પગલે પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ હતી. અને તેમની આ બીમારીને લઈ તુરંત સારવાર ચાલુ કરવામાં આવી હતી. જેના બીજા દિવસે રાજેન્દ્રભાઈના પિતાજીમાં પણ કોવિડના લક્ષણો દેખાતા તેમનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવતા બન્ને વડીલની તબીબની સલાહ મુજબ ઘરેજ સારવાર ચાલુ કરી હતી.

રાજેન્દ્રભાઈનો નાનો પુત્ર કરણ આ બિમારીથી બાકાત રહ્યો

વડીલની દેખરેખમાં રાજેન્દ્રભાઇ સાથે ઘરના અન્ય સભ્યો પણ કોરોના બીમારીમાં જકડાઈ ગયાનું માલુમ પડ્યું હતું. હવે માતા-પિતા, ધર્મપત્ની સાથે તેમનો મોટો પુત્ર પણ કોરોના સંક્રમણનો શિકાર બની ગયા હતા. પરિવારમાં હવે છ માંથી કુલ પાંચ સભ્યો કોરોના સંક્રમિત થઇ ચુક્યા હતા. પરંતુ રાજેન્દ્રભાઈનો નાનો પુત્ર કરણ આ બિમારીથી બાકાત રહ્યો હતો. કારણ કે તેણે કોરોના વિરુદ્ધની રસી મુકાવી હતી.

ડોક્ટરની દવા પર ભરોસો રાખી એકમેકની સંભાળ રાખી

રાજેન્દ્રભાઇએ આ ભયંકર બિમારીથી કેવી રીતે સ્વસ્થ બન્યા તેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે એક સાથે ઘરના પાંચ સભ્યો સંકમિત થતા, થોડી ચિંતા જરૂર મનમાં ઉદભવી હતી. પરંતુ ભગવાન અને ડોક્ટરની દવા પર ભરોસો રાખી એકમેકની સંભાળ રાખી, અને મનોબળ મજબૂત બનાવતા ગયા, જેમાં સારી વાત એ હતી કે ઘરમાં નાનો પુત્ર જેણે કોરોના વિરોધી રસી મુકાવી હતી. તે સંક્રમિત નહોતો થયો. જે હવે બહાર આવી જઇ શકતો હતો. તેથી દવા કે અન્ય કામ તે કરી આવતો હતો.

યોગ, કસરત, સૂર્યપ્રકાશ, આયુર્વેદિક ઉકાળા પીવાનું ચાલુ રાખ્યું

આગળ વાત કરતા રાજેન્દ્રભાઈએ કહ્યું કે વડીલ પિતા કાયમ સવારે હવન ઘરેજ કરતાં આવે છે. હવે તેમની સાથે અમે પણ પરિવારના દરેક સભ્ય હવનમાં સાથે બેસતા, ધાર્મિક અને આયુર્વેદની દ્રષ્ટિએ માનસિકરીતે સારું જણાતું હતું. જે ફાયદાકારક પણ બન્યું. તેની સાથે દરરોજ દવાની તેમજ યોગ, કસરત, સૂર્યપ્રકાશ, આયુર્વેદિક ઉકાળા પીવાનું ચાલુ રાખ્યું હતું. આ પરિસ્થિતિમાં અનેક પરિચિત લોકોએ માનસિક બળ પૂરું પાડ્યું હતું. તો સામાંજીક સંસ્થાઓએ જમવાની સગવડ આપી હતી.

પરિવારના દરેક સભ્ય ક્ષેમકુશળ સ્વસ્થ થઈ ગયા

આ દરમ્યાન થોડા દિવસ બાદ મતુશ્રીનું ઓક્સિજન લેવલ સામાન્ય નીચું જતા, હું અને મારા વાઈફ ભુજની જી.કે. જનરલ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા.જ્યાં તબીબોની યોગ્ય સારવારથી બે દિવામાંજ ફાયદો જણાયો, અને માતુશ્રીને પરત ઘરે લઈ આવ્યા. આજે પરિવારના દરેક સભ્ય ક્ષેમકુશળ સ્વસ્થ થઈ ગયા છીએ. જેને પાંચ દિવસ પણ થઈ ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે ઘરની સઘળી જવાબદારી પરિવારના સૌથી નાના અને લાડકા પુત્ર કરણે ઉપાડી લઈ અમને સ્વસ્થ બનાવ્યાં. જે રસીકરણને આભારી છે.

કોરોના વિરોધી રસી ચોક્કસ ફાયદાકારક છે

અલબત્ત ભૂજ આરોગ્ય વિભાગના DHO ડો. પ્રેમ કુમારે જણાવ્યું હતું કે બેસક કોરોના વિરોધી રસી ચોક્કસ ફાયદાકારક છે. આ માટે તંત્ર વધુ સંખ્યમાં રસીકરણ કાર્ય માટે સતત કાર્યશીલ છે. જેના ભાગરૂપે હવે ભુજની સાથે તમામ તાલુકા મથકો 18+ ના લોકો માટે આરોગ્ય વિભાગ ડ્રાઈવ ટુ વેક્સિનેશન અભિયાન કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...