તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પશ્ચિમ કચ્છમાં જુગારના 4 દરોડામાં 3 મહિલા સહિત 16પકડાયા, 8 ભાગી ગયા

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં મહિલા સંચાલિત મીની જુગારક્લબ પકડાઇ

પશ્ચિમ કચ્છમાં ભુજ, મુન્દ્રા અને લખપતના ગુનેરી ગામે પોલીસે પાડેલા જુગારના અલગ અલગ 4 દરોડામાં 3 મહિલા સહિત 16 લોકો રૂપિયા 25,220ની રોકડ રકમ તેમજ 30 હજારના 13 મોબાઇલ મળીને રૂપિયા 57,960ના મુદામાલ સાથે પકડાઇ ગયા હતા. જ્યારે 8 શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા.

ભુજના સંજોગનગરના ભારતનગરમાં રહેતા મરીયમબાઇ અબ્દુલશકુર કુરેશીના મકાનમાં એ ડિવિઝન પોલીસે મંગળવારે સાંજે બાતમીના અધારે દરોડો પાડ્યો હતો. મરીયમબાઇ પોતાના રહેણાકના મકાનમાં આર્થિક ફાયદા સારૂં બહારથી ખેલીઓને બોલાવી મીની જુગાર ક્લબ ચલાવતા હોઇ પોલીસે જુગાર રમતા મરીયમબાઈ અબ્દુલ શકુર કુરેશી, અમીનાબેન ઉર્ફે આમનાબેન રમજાન સુમરા, સવિતાબેન શૈલેષભાઇ રાજગોર અને રઝાક રમજુ કુરેશી, રફીક અબ્દુલશકુર કુરેશી સહિત પાંચ જણાઓને રૂપિયા 10,630તેમજ રૂપિયા 4,500ની કિંમતના 3 મોબાઇલ સહિત 15,130ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ વિરૂધ ગુનો નોંધ્યો હતો.

લખપતના ગુનેરી ગામે જુગાર રમતા 4 પકડાયા 8 નાસી ગયા
લખપતના ગુનેરી ગામે છપ્પર ડુંગરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જુવાનસિંહ દેવાજી જાડેજા, કુનુભા વેલાજી જાડેજા, રવુભા વેલુભા જાડેજા અને રાણુભા બુધુભા જાડેજાને દયાપર પોલીસે રૂપિયા 10,320 રોકડા સાથે રૂપિયા 25,500ના 8 મોબાઇલ મળીને કુલ રૂપિયા 35,920ના મુદામાલ સાથે પકડી લીધા હતા જ્યારે ભરતસિંહ માનસંગજી જાડેજા, કરશનજી કાનજી જાડેજા, જેતુભા દુજાજી જાડેજા, મીઠુભા મંગલજી જાડેજા, જશવંતસિંહ દેવાજી જાડેજા, પ્રતાપસિંહ રાયધણજી જાડેજા, કનુભા માનસંગજી જાડેજા અને હમીરજી દુજાજી જાડેજા નામના આઠ શખ્સ ભાગી ગયા હતા.

ભુજમાં ધાણીપાસાનો જુગાર રમતા 3 શખ્સ પકડાયા
લેવા પટેલ હોસ્પિટલની બહાર પાર્કિગમાં ધાણીપાસનો જુગાર રમતા લીયાકત અનવર મલેક, અનિલ મોરારજી ભાનુશાલી, ઇન્દ્રવદન બાબુલાલ મહેતા નામના શખ્સો રૂપિયા 2,640ની રોકડ સાથે પકડાઇ ગયા હતા.
મુન્દ્રામાં 4 શખ્સ પોલીસની ઝપેટે
મુંદરાના ગુજરાવાસમાં પાછળ જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રમેશ કેસા ગોહિલ, કુંદન ધીરજ ધેડા, રામજી કેસાભાઈ પરમાર અને કરશન કેસા ગોહિલને મુન્દ્રા પોલીસે રોકડ રૂપિયા 4,270 સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...