તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળા ધમધમશે:કચ્છમાં 1500 પ્રા.શાળામાં ધો. 6થી 8ના 1.20 લાખ છાત્રો ભણશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત શૈક્ષણિક વર્ષ અને ચાલુ સાલે 3 મહિનાના અંતરાલ બાદ
  • 2 સપ્ટેમ્બરથી 1100 સરકારી અને 400 ખાનગી શાળા ધમધમશે

સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ અાવતા સપ્ટેમ્બર માસની 2જી તારીખથી પ્રાથમિક શાળાઅોમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરી દેવાશે, જેમાં કચ્છ જિલ્લાની 1500 શાળામાં અંદાજે 1 લાખ 20 હજાર જેટલા છાત્રો પ્રત્યક્ષ શિક્ષણ મેળવશે.

કચ્છ જિલ્લામાં કુલ 1697 સરકારી પ્રાથમિક શાળાઅો છે, જેમાંથી ધોરણ 6થી 8ના વર્ગો 1100 જેટલી શાળામાં છે. બીજી બાજુ 400 જેટલી ખાનગી શાળાઅોમાં પણ ધોરણ 6થી 8ના વર્ગો છે. અામ, કુલ 1500 જેટલી શાળાઅોમાં લાંબા અંતરાલ બાદ પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઅો અાવશે. કચ્છ જિલ્લામાં 2020ના માર્ચ માસમાં વૈશ્વિક મહામારી કોરોનાઅે પગપેસારો કર્યા બાદ શાળાઅોમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરી દેવાયું હતું. વચ્ચે પ્રથમ લહેર મંદ પડતા 2020ના દિવાળીના તહેવારો સમયે શાળા ખોલવાનો પ્રયાસ થયો હતો.

પરંતુ, તરત જ બીજી લહેરે હાહાકાર મચાવી દેતા શાળાઅોમાં પ્રત્યક્ષ શિક્ષણ ઠપ થઈ ગયો હતો. માત્ર અોન લાઈન શિક્ષણ અપાતું હતું. ત્યારબાદ 2021ના જૂન, જુલાઈ અને અોગસ્ટમાં કોરોનાની બીજી લહેર મંદ પડી ગઈ, જેથી હાઈસ્કૂલ બાદ હવે પ્રાથમિક શાળાઅોમાં પણ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

હજુ પરિપત્ર મળ્યો નથી
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીઅેથી મળતી વિગતો મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે હજુ સુધી જિલ્લા શિક્ષણાધિકારીઅોને પરિપત્ર મોકલ્યો નથી, જેથી તારીખ અંગતે હજુ પણ અનિશ્ચિતતા જ છે.

અન્ય સમાચારો પણ છે...