તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કચ્છમાં જુગારના 10 દરોડામાં 72 ખેલી 3.50 લાખની રોકડ સાથે પોલીસની ઝપટે

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આજથી સાતમ-આઠમનો તહેવાર શરૂ થયો છે, પરંતુ શ્રાવણ મહિનાના આરંભથી કચ્છમાં જુગારધામો ધમધમી ઉઠ્યા હતા. જાહેર રસ્તાથી માંડી પોલીસે રહેણાંક મકાનોમાં છાપા મારી સ્ત્રી-પુરૂષ ખેલીઓને નસીબ અજમાવતાં ઝડપી પાડ્યા છે. આ સીલસલો આજે પણ યથાવત રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં પડાયેલા જુગારના દરોડામાં વધુ 72 શકુનીઓ ઝડપાયા છે. આ બે દિવસના તહેવાર દરમિયાન હજુ પણ જુગારના મોટા દરોડામાં સંખ્યાબંધ ખેલીઓ ઝડપાય તો નવાઇ નહીં.

મોટી ચીરઇમાંથી જુગટું રમતા 14 શખ્સ 91 હજાર રોકડ સાથે ઝડપાયા
ભચાઉ તાલુકાના મોટી ચીરઇના ટ્રાન્સપોર્ટનગરમાં આવેલા રાજ મેડિકલ સ્ટોર સામે જાહેરમાં ગંજી પાના વડે જુગટું રમી રહેલા ધર્મેન્દ્રસિંહ રણજિતસિંહ જાડેજા, હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા, અનવર જુમાભાઇ પરિટ, અયુબ ઇસ્માઇલ વીરા, રાજેશ ગંગારામ સાધુ, અકબર જુસબ કોરેજા, રઝાક જુમા ફકીર, લક્ષ્મણ વેલજી કોલી, ઉમર કાસમ કુંભાર, ગેલાભાઇ ભલાભાઇ ભરવાડ, ભરતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, હરી ઉર્ફે હરજી જીવા કોલી, ગીરીરાજસિંહ હનુભા જાડેજા અને રવિરાજસિંહ કેશુભા જાડેજાને સ્થાનિક પોલીસે રૂ.90,900 રોકડા અને રૂ.32,500 ની કિંમતના 8 મોબાઇલ સહિત કુલ રૂ.1,23,400 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

રાપરમાંથી 6 જુગારી 7 હજાર રોકડ સાથે જબ્બે
રાપરમાં આવેલી એકલશક્તિ હોટલ પાસે જુગટું રમી રહેલા મેરાભાઇ ચેલાભાઇ કોલી, ભરતસિંહ રણછોડજી વાઘેલા, મદિનાબેન ભીખુભાઇ ચૌહાણ, અમીનાબેન બાબુભાઇ સીદી, જુબેદાબેન હાજીભાઇ સમેજા અને રહિમાબેન રમજાનભાઇ લંઘાને સ્થાનિક પોલીસે રૂ.7,500 રોકડ સાથે પકડી લીધા હતા.

રાપરમાંથી 8 જુગારી 78 હજાર રોકડ સાથે પકડાયા રાપરના આથમણા નાકા પર ભરવાડવાસમાં જુગટું રમી રહેલા સક્તાભાઇ ભીખાભાઇ ભરવાડ, મુળજીભાઇ જીવણભાઇ ભરવાડ, લાલજીભાઇ ભીખાભાઇ ભરવાડ, સેણાભાઇ દેવાભાઇ ભરવાડ, નવરોજભાઇ અનવરઅલી જીવાણી, પિયુષભાઇ મારાજ, ભાવિકભાઇ બી. સોની અને પ્રવિણભાઇ ખવાસને રૂ.77,700 રોકડા અને રૂ.51,000 ના 5 મોબાઇલ સહિત કુલ રૂ.1,28,700 ના મુદ્દામાલ સાથે સ્થાનિક પોલીસે પકડી લીધા હતા.

બીબરમાં 5 ખેલી 13,010 સાથે પકડાયા, 4 નાસી ગયા
બીબરની સીમમાં ધાણીપાસાનો જુગાર રમતા ગાભુભા પ્રાગજી જાડેજા, જેઠભાઇ મમુભાઇ આહિર, વેલુભા કાનજી જાડેજા, ભામુભાઇ તેજાભાઇ આહિર, જીતુભા અરજણજી જાડેજા સહિત 4 શખ્સને નિરોણા પોલીસે રૂપિયા 13,010ની રોકડ તેમજ 10,500ના ત્રણ મોબાઇલ અને 75 હજારની 4 બાઇક, ચાર્જીંગ બ્લબ, બેટરી સહિત 98,660ના મુદામાલ સાથે પકડી લીધા હતા. જ્યારે અંધારાનો લાભ લઇ મહાવીરસિંહ પ્રેમસિંહ જાડેજા, લાલજી જેઠાજી જાડેજા, પ્રેમસિંહ ફળધરજી જાડેજા, કેશાજી ભીમજી જાડેજા નામના ચાર શખ્સો નાસી ગયા હતા.

બિદડામાં જુગાર રમતા 6 શખ્સ 12,420ની રોકડ સાથે જબ્બે
બિદડામાં જાહેરમાં જુગાર રમતા રાજેશ કાળુભાઇ સંઘાર, મહેશ છગનલાલ રાઠોડ, સામત બાબુભાઇ જોગી, નાનજીભાઇ ગાભાભાઇ મહેશ્વરી, સુરેશ ભાણજીભાઇ શાહ, સામત કચરાભાઇ મહેશ્વરી સહિત 6 ખેલીઓને રોકડ રૂપિયા 12,420 સાથે પકડી પાડી માંડવી પોલીસે ગુનો નોંધ્યો હતો.

ડુમરામાં 6 ખેલીની 10,290ની રોકડ સાથે ધરપકડ કરી
ડુમરામાં તીન પતીનો જુગાર રમતા નીતિનભાઇ કરશનભાઇ મહેશ્વરી, રોહિતપુરી કરશનપુરી ગોસ્વામી, પારસ જવેરચંદ શાહ, જયેશ પ્રવિણભાઇ પોલડીયા, કેતન મણિલાલ લોડાયા, હિમત વેલજીભાઇ મકાવાણા સહિત 6 શખ્સોને કોઠારા પોલીસે રોકડ રૂપિયા 10,290 સાથે પકડી પાડી જુગારઘારાની કલમ તળે ગુનો નોંધ્યો હતો.

ગોધરામાં તીનપતી ટીંચતા 7 શખ્સ ઝપટે ચડ્યા
ગોધરામાં તીનપતીનો જુગાર રમતા મહેશ મોહન દેવીપુજક, દામજી વાવર મહેશ્વરી, અરવિંદ મોહન દેવીપુજક, લખમશી મીઠુ જોગી, રમજુ ઇભલા કોલી, ધીરજ વેરશી મહેશ્વરી અને પોપટ વાલજી દેવીપુજકને માંડવી પોલીસે રોકડ રૂપિયા 11,800 તેમજ રૂપિયા 10 હજારની કિંમતના 5 મોબાઇલ મળીને કુલ રૂપિયા 21,800ના મુદામાલ સાથે પકડી ગુનો નોંધ્યો હતો.

પલાંસવામાંથી 6 જુગારી 69 હજાર રોકડ સાથે જબ્બે
પલાંસવામાં મંગાભાઇ પાંચાભાઇ ભરવાડના મકાનની આગળ વાડામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કરશનભાઇ દેવાભાઇ ભરવાડ, કરશનભાઇ ભનુભાઇ ભરવાડ, મંગળભાઇ પાંચાભાઇ ભરવાડ, ભલાભાઇ નાજાભાઇ ભરવાડ, રામાભાઇ સુરાભાઇ ભરવાડ અને દેવાભાઇ ડાહ્યાભાઇ ભરવાડને રૂ.69,250 રોકડ રકમ સાથે આડેસર પોલીસે પકડી લીધા હતા.

વોંધમાં 5 ખેલી 45 હજાર રોકડ સાથે પકડાયા
ભચાઉના વોંધ ગામે ગંજીપાનાનો જુગાર રમી રહેલા લક્ષ્મીબેન મહેશ લુહાર, અશોક ભુરા લુહાર, મુકેશસિંગ ભુલાનસિંગ રાજપુત, અજિતસિંહ લાલુભા જાડેજા અને અકબર ફકીરમામદ ખલીફાને 44,900 રોકડા, 30,000ના 3 મોબાઇલ સહિત કુલ 74,900 પોલીસે પકડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...