અખિલ ભારતીય મોડલ ઉપલબ્ધ નથી:બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ અમલમાં મુકાય તો ગ્રાહકોની સુરક્ષા વધે : લેન્ડ ડેવલપરની મનમાની ઘટે

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટી પ્રમાણે કોઈ અખિલ ભારતીય મોડલ ઉપલબ્ધ નથી
  • કચ્છમાં રેરામાં નોંધાયેલા પ્રોજેક્ટ બહુ જ ઓછી સંખ્યામાં

જમીન ધંધાર્થીઓ કાચી જમીન બિનખેતી કરાવી પ્લોટિંગ કરી અને મકાન બનાવવા સુધીના સમયગાળામાં ખરીદનાર સાથે કોઈ બાબતે છેતરપિંડી ન થાય તેવી જ રીતે ખરીદનાર દ્વારા પણ કોઈ કારણસર લેન્ડ ડેવલપર સાથે વિવાદ ન થાય તે માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટીનું ગઠન કરી અને એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. જે નિયમ મુજબ લેન્ડ ડેવલપર્સ તેમાં નોંધણી કરાવી નિયમને આધીન વ્યવસાય કરવો પડે. સુપ્રીમ કોર્ટે સોમવારે એક યાચિકા પર નોટિસ જારી કરી છે, જેમાં કેન્દ્ર સરકારને મોડલ 'બિલ્ડર બાયર એગ્રીમેન્ટ' બનાવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ બાબતને મહત્વપૂર્ણ ગણાવી છે.

દાખલ કરવામાં આવેલી અરજીની તપાસ કરી અને કહ્યું હતું કે, આ અંગે કેટલીક માર્ગદર્શિકા જારી કરવાની જરૂર છે. સમિતિએ આ મામલામાં કેન્દ્રને ચાર સપ્તાહમાં આ જવાબ આપવાનો નિર્દેશ જારી કર્યો છે. કચ્છને જ્યાં સુધી લાગુ પડે છે, ત્યાં સુધી અગાઉ અનેક બનાવ એવા બન્યા છે કે, જે પ્રોજેક્ટ અંતર્ગત પ્લોટ ખરીદનાર પાસે પૈસા લીધા હોય તેમને અન્ય સ્થળે પ્લોટ અપાય અથવા તો વર્ષો સુધી જગ્યા જ વિકસી ન હોય. આવા લેન્ડ ડેવલોપર્સ પર ફોજદારી સુદ્ધાં થઈ છે. જો કે, હવે નિયમો વધુ કડક થયા છે, તો દસ્તાવેજ માટે આપવા પડતા સાધનિક પુરાવાને કારણે ખરીદનાર માટે સુરક્ષા વધુ સઘન બની છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે અરજીકર્તા વકીલે જણાવ્યું હતું કે, રેરા પ્રમાણે કોઈ અખિલ ભારતીય મોડલ ઉપલબ્ધ નથી. મોડલ બિલ્ડર-બાયર એગ્રીમેન્ટથી રિઅલ એસ્ટેટમાં પારદર્શિતા આવશે અને ફ્લેટ ખરીદાનારાઓને તકલીફોનો સામનો નહીં કરવો પડે. વર્તમાન સમયમાં રિઅલ એસ્ટેટના તમામ એગ્રીમેન્ટ એકતરફી હોય છે. આ એગ્રીમેન્ટ ફ્લેટ ખરીદનારાઓના હિતોને ધ્યાનમાં રાખીને બનેલા હોતા નથી. તમામ રાજ્યોને ગ્રાહકો દ્વારા સામનો કરવામાં આવતી માનસિક અને નાણાકીય મુશ્કેલીઓને દૂર કરવા માટે મોડેલ બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ અને મોડેલ એજન્ટ બાયર એગ્રીમેન્ટનો અમલ કરવા નિર્દેશ આપવો જોઈએ.

શું છે રેરા એકટના ફાયદા ?
રેરા એક્ટ, 2016 અને બંધારણના અનુચ્છેદ 14, 15 અને 21ને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને ફાયદો થાય તે માટે ખાસ પ્રાવધાન છે. 1 મે 2017થી રેરા એક્ટ લાગુ કરવાંમાં આવ્યો, જેના મુખ્ય સાત ફાયદા આ મુજબ છે :

  • બિલ્ડર્સ પ્રોજેક્ટને વિલંબિત નહીં કરી શકે.
  • બિલ્ટ અપ કે સુપર બિલ્ટ અપ એરીયા નહીં પરંતુ ફક્ત કાર્પેટ એરીયા ગણતરીમાં લેવાશે
  • બિલ્ડર્સ તમારા પૈસા બીજા પ્રોજેક્ટમાં રોકી શકશે નહીં
  • બાંધકામમાં આવતી સ્ટ્રકચરલ ખરાબી માટે બિલ્ડર્સ જવાબદાર ગણાશે
  • ફરિયાદોનો ઝડપથી નીકાલ કરવામાં આવશે
  • ​​​​​વેચાણ કે જાહેરાત પેહેલા મંજૂરી લેવી પડશે
  • છેલ્લી ઘડી એ કોઈ બદલાવ નહી કરી શકાય

ગુજરાતમાં માત્ર કચ્છમાં જ જમીન માપણી વધારાનો કાયદો
ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં એનઆરઆઈ અને મુંબઈ વસતા કચ્છીઓના રોકાણને કારણે જમીન લે-વેંચનો અબજો રૂપિયાનો વેપાર છે. જમીન માપણી કરવાની અને તેની સરકારી ફી ભરવાનો કાયદો 7/12/77 ના સમયમાં કચ્છી મહેસૂલી મંત્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કરના સમયમાં અમલી બન્યો. તે સમયે કચ્છ જિલ્લામાં નવ તાલુકા હતા, તેમાં પાંચ તાલુકામાં અમલી બન્યો હતો. જો કે, કચ્છમાં જ લાગુ પડતાં આ કાયદા અંગે ગ્રાહકોની તરફેણમાં કચ્છ ક્રેડાઈએ ઘણા સમયથી રજૂઆત કરી હોવાનું ચેરમેન પ્રવીણભાઈ પિંડોરિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...