તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્યમંત્રી બાળ સેવા યોજના:કચ્છમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની અમલવારી શરૂ ,31 બાળકોને સહાય ચુકવાઇ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં માતાપિતા બન્નેની છત્રછાયા ગુમાવનારા બાળકોને રાહત

કોરોના મહામારીમાં માતાપિતા બન્નેની છત્રછાયા ગુમાવનારા બાળકોને રાજયના મુખ્યમંત્રી દ્રારા સામાજીક ન્યાય અને અઘિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા તેમજ ગુજરાત રાજય બાળ સંરક્ષણ સોસાયટી દ્રારા માસીક રૂ. 4 હજાર ની સહાય આપવાની જાહેરાત કરવામાં અાવી છે. જે અન્વયે કચ્છ વહીવટી તંત્ર, જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીની કચેરી અને બાળ સુરક્ષા એકમ દ્રારા આવા બાળકોને શોઘી તેઓને લાભાન્વિત કરવા તાત્કાલીક ઘોરણે કાર્યવાહી હાથ ઘરી લાભ આપવામાં અાવી છે.

જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીના અઘ્યક્ષ સ્થાને રચાયેલી સ્પોન્સરશીપ અને ફોસ્ટર કેર એપૃવલ કમિટિની મીટીંગ કરી જરૂરી આઘારો સાથેની અરજી મળ્યાના દિન-2 માં મંજુરી અંગેની કાર્યવાહી કરવામાં અાવી છે. તા.28/2 સુધીમાં કુલ-31 અરજીઓ મંજુર કરવામાં આવી છે. મંજુર કરવામાં આવેલ તમામ અરજીઓ અંતર્ગત માંહે જુન-2021ની સહાય જિલ્લા કક્ષાએથી સીઘા બેંક ખાતામાં ચુકવવામાં અાવી છે.

આ યોજનામાં 0 થી 18 વર્ષની વયજૂથના જે બાળકોના માતા અને પિતા બન્નેનુ અવસાન કોરોના સમયગાળા દરમ્યાન થયેલ હોય અથવા જે બાળકોના માતા કે પિતા બન્ને માંથી કોઇ એકનુ અવસાન કોરોના સમય અગાઉ અને બીજા માતા કે પિતા જે બાળકની સારસંભાળ રાખતા હોય અને તેઓનુ પણ કોરોના કાળ દરમ્યાન અવસાન થયુ હોય તેવા અભ્યાસ કરતા બાળકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે. જેમાં માસીક ચાર હજાર ની આર્થીક સહાય બાળક 18 વર્ષની ઉંમર પુર્ણ કરે અને અભ્યાસ કરતુ હોય ત્યાં સુઘી મળી શકશે. આ કમિટિમાં સભ્યો તરીકે બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન દીપાબેન લાલકા, માનવ જયોત સંસ્થાના પ્રબોઘભાઇ મુનવર, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના અઘિક્ષક પ્રજેશભાઇ મહેશ્વરી અને સભ્ય સચિવ વિપુલ ડોરિયા અને બાળ સુરક્ષા એકમના પદમાબેન સાઘુ અને જગદીશભાઇ વણકર હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...