તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:બેંકમાં ખાતું ખોલવાની પ્રક્રિયા સરળ ન હોતા ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ કામો પર અસર

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાપર તાલુકા સરપંચ સંગઠને ગ્રામ વિકાસ કમિશનરને કરી રજૂઆત

ગ્રામ પંચાયતોમાં 15મા નાણા પંચ હેઠળ વિકાસ કામો કરવાની ગ્રાન્ટ ફાળવાય છે તેમા બેંકમાં ખાતું ખોલાવવાની પ્રક્રિયા સરળ ન હોતાં જમા થનારા હપતા લાંબા સમયથી અટકી પડ્યા છે જેને લઇને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કામો પર અવળી અસર પડે છે તેવી રજૂઆત ગ્રામ વિકાસ કમિશનરને કરતાં રાપર તાલુકા સરપંચ સંગઠને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની માગ કરી છે.રાપર તાલુકાની ગ્રામ પંચાયતોમાં 15મા નાણા પંચ તળે 8.58 કરોડ જેટલી રકમ બે હપતામાં જમા કરવામા આવી છે જેને લાંબો સમય વીતી ગયો છે.

તંત્રની સુચના અનુસાર દરેક ગ્રામ પંચાયતે આઇસીઆઇસીઆઇ બેંકમાં પબ્લિક ફંડ મોનિટરિંગ સિસ્ટમ (પીએફએમએસ) સાથે નાણાકીય પ્રક્રિયા કરવાની રહે છે. આ સંજોગોમાં અનેક ગ્રામ પંચાયતોને ઇન્ટરનેટ કનેક્ટિવિટીના પ્રશ્નો થાય છે જેને લઇને વિકાસ કામો અટકેલા પડ્યા છે. આ પ્રશ્નને લઇને સરપંચ સંગઠન દ્વારા યોજાયેલી બેઠકમાં યોગ્ય સ્તરે રજૂઆત કરવાનું ઠરાવાયું હતું. પીએફએમએસ પ્રક્રિયાને કારણે લાંબા સમયથી હપતા અટકી પડતાં વિકાસ કામો થઇ નથી શકતાં બીજી બાજુ ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સંભાવનાએ આચાર સંહિતા અમલી બનાવાશે તો વિવિધ કામો કરવા માટે લાંબી રાહ જોવી પડશે. વહેલી તકે આ સમસ્યાનો નિવેડો લાવવામાં આવે તેવી માગ સંગઠનના મહામંત્રી અકબર અલ્લારખા રાઉમાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો