સર્વર ઠપ્પ:ટપાલ કચેરીનું સર્વર ડાઉન રહેતાં જમા-ઉપાડ કામગીરીને અસર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • તાજેતરમાં સળંગ 4 દિવસ સર્વર રહ્યું હતું ઠપ્પ

કચ્છમાં ફરી સર્વર ડાઉન રહેતાં ભુજ સહિત જિલ્લાની ટપાલ કચેરીઅોમાં જમા-ઉપાડની કામગીરી ખોરંભે ચડી હતી. છાશવારે સર્વર ડાઉન રહેતાં ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. થોડા દિવસ પહેલા જ સળંગ 3-4 દિવસ સુધી ટપાલ વિભાગનું સર્વર ડાઉન રહ્યું હતું, જેના કારણે જમા-ઉપાડ સહિતની કામગીરી પર વિપરીત અસર પડી હતી અને ત્યારબાદ સ્થિતિ થાળે પડતાં ટપાલ કચેરીઅોની કામગીરી માંડ પાટે ચડી હતી તેવામાં ફરીથી તા.13-4, બુધવારના સવારથી જ સર્વર ડાઉન રહ્યો હતો અને અા સ્થિતિ બપોરના 2 વાગ્યા સુધી જારી રહી હતી.

નેટવર્ક સમસ્યાના કારણે જિલ્લાની ટપાલ કચેરીઅોમાં અેસબીના ફિનેકલ અેટલે કે, જમા અને ઉપાડની કામગીરી ઠપ્પ થઇ હતી. સર્વર ડાઉનના પગલે જિલ્લા મથક ભુજ સહિત સમગ્ર કચ્છની ટપાલ કચેરીઅોમાં રૂપિયા જમા કરાવવા કે, ઉપાડવા અાવેલા ગ્રાહકોને મુશ્કેલી પડી હતી અને બપોર સુધી ટપાલ કચેરીઅોમાં રાહ જોવી પડી હતી, જેના કારણે લોકોનો કિંમતી સમય વેડફાયો હતો. અા અંગે ભુજની વડી કચેરીના પોસ્ટ માસ્તર અનિલભાઇ વ્યાસનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, બુધવારના સવારથી સર્વર અપ-ડાઉન રહ્યો હતો, જે પરિસ્થિતિ બપોર સુધી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...