આવેદન:પગરખામાં વધારવામાં આવેલો જીએસટી તાત્કાલિક પાછો ખેંચો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં ફુટવેર મર્ચન્ટ એસોસિએશને કલેક્ટર અને સાંસદને આપ્યું આવેદન

સરકાર દ્વારા ચાલુ માસથી પગરખા પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરાયો છે જેને પગલે કારીગરો અને ગ્રાહકોને મુશ્કેલી પડશે. આ સંજોગોમાં વેરો વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેવી માગ ભુજ ફુટવેર મર્ચન્ટ એસોસિએશને કલેકટર અને સાંસદને પાઠવેલા આવેદનમાં કરાઇ હતી.

એક હજારથી ઓછી એમઆરપીના પગરખા પર વસ્તુ અને સેવા કર વધારવામાં આવતાં નાના અને મધ્યમવર્ગને વધારે કિમત ચૂકવવી પડશે. લગભગ 90 ટકા વર્ગ શ્રમિક અને મધ્યમવર્ગીય લોકોનો છે. જીએસટીના વધારાથી પગરખા વધુ મોંઘા થઈ જશે જે સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખશે. પગરખા બનાવતો કારીગર વર્ગ પણ મોટે ભાગે ગરીબ છે

તેમના પર પણ અસર પડશે તેને કારણે બેરોજગારીમાં વધારો થશે તેમજ નાના વેપારીઓને ધંધા બંધ કરવાની પણ નોબત આવી શકે છે. ભુજ ફુટવેર મર્ચન્ટ એસોસિએશન ના પ્રમુખ રાજન મહેતાની આગેવાની હેઠળ જગદીશ ઠક્કર, શીતલભાઈ સંઘવી, જીગરભાઈ, અશ્વિન શેઠ, મોહમ્મદ અકીલ મેમણ, પ્રવીણ પટેલ, ભાવિન ભણસારી, અલ્તાફ લુહાર રજૂઆત કરવામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...