તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:અબડાસા તાલુકામાં 26 તલાટી સહમંત્રીની ઘટ સત્વરે નિવારો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 ટકા મહેકમથી ચાલતો ગ્રામપંચાયતોનો વહીવટ
  • જિલ્લા પંચાયતના સદસ્યની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઅાત

અબડાસા તાલુકામાં 26 સેજામાં તલાટી સહમંત્રીની જગ્યા ખાલી હોઇ તાત્કાલિક જગ્યા ભરવા માંગ કરાઇ છે. તાલુકાના 85 સેજા છે, જેમાં 63 તલાટી સહમંત્રી અને તાલુકા પંચાયત કચેરીઅે રિ.ત.સ.મ.માં 3 તલાટી સહમંત્રીની જગ્યા મળી તાલુકામાં કુલ 66 તલાટી સહમંત્રીના મહેકમ સામે હાલે તાલુકા પંચાયતમાં 1 અને તાલુકાના 39 સેજામાં 40 જગ્યાઅો ભરાયેલી છે, જેથી અગાઉની 20 અને તાજેતરમાં બદલીથી ખાલી થયેલી 6 મળી હાલે 26 જગ્યા ખાલી પડી છે. અા વચ્ચે તલાટી સહમંત્રીઅો રજા પર હોઇ 50 ટકા મહેકમથી ગ્રામપંચાયતોનો વહીવટ ચાલી રહ્યો છે.

રેવેન્યૂ તલાટી સહમંત્રીની જગ્યા ખાલી હોઇ તેનો ચાર્જ મામલતદાર કચેરીને અપાયો છે, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને રેવેન્યૂને લગતા કામકાજ માટે છેક તાલુકા મથકે મામલતદાર કચેરીનો ધક્કો પડે છે. અા સાથે મામલતદાર કચેરી પર કામનું ભારણ વધી જાય છે.

જૂથ ગ્રામપંચાયતના તલાટીઅોને પંચાયતના દૈનિક કાર્યો પૂર્ણ કરવાની સાથે વહીવટી પ્રક્રિયા માટે તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ હાજરી અાપવાની હોય છે. અાથી ગ્રામપંચાયતોનો વહીવટ સારી રીતે ચાલે તે માટે તાત્કાલિક તલાટી સહમંત્રીઅોની જગ્યા ભરવા જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા સુરેશસિંહ જાડેજાઅે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઅાત કરી છે.

અા ગામોમાં બદલીથી જગ્યા પડી ખાલી
તા.18-6ના તલાટી સહમંત્રીઅોની બદલી કરાતાં અબડાસા તાલુકાના નારણપર, ગોયલા, રાપરગઢ, ચરોપડી મોટી, વરાડિયા અને છાડુરામાં જગ્યા ખાલી પડી છે. વધુમાં અગાઉથી વમોટી નાની, ઉસ્તિયા, ભવાનીપર, સુડધ્રો મોટી, બારા, પરજાઉ, સુથરી, તેરા, વિંઝાણ, ડુમરા, મોથાળા, કોઠારા, સાંધાણમાં જગ્યા ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...