ભુજ RTOમાં કૌભાંડનું પુનરાવર્તન:રેકર્ડ ઉપલબ્ધ નથી એવા બેકલોગ લાયસન્સની અરજીઓને બારોબાર મંજુર કરી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉ લાયસન્સ અને ટેક્સ કૌંભાડમાં બેકલોગની મુખ્ય ભુમિકા

આર.ટી.ઓ.માં લાયસન્સનો અમુક વર્ષનો રેકર્ડ ન હોવાને કારણે બેકલોગ કરી અપાતા ન હતા, બાદમાં કમિશ્નર કક્ષાએથી પરીપત્ર થતા સોંગદનામું અને અસલ લાયસન્સ રજુ કરી બેકલોગ એપ્રુવલ કરી અપાય છે. જો કે, અગાઊ બેકલોગના કારણે થયેલી લાખો રુપિયાની ગેરરિતીનું પુનરાવર્તન થાય તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. આંતરીક સુત્રો માંથી મળતી વિગતો મુજબ, આરટીઓમાં બેકલોગના આધારે લાયસન્સની સેંકડો ગેરરીત થઇ ચુકવી છે તો ટેક્સ કૌંભાડમાં પણ બેકલોગની મુખ્ય ભુમિકા હતી.

હાલમાં બેકલોગની અરજી સોગંદનામા અને અસલ લાયસન્સ વગર મંજર કરી દેવામાં આવે છે જેમાં બેકલોગ હેવી સાયન્સમાં ભુમિકા ભજવનારા કુખ્યાત ઇસમ દ્વારા પાંચ હજાર રુપિયા લઇ એપ્રુવલ કરાવી અપાય છે. બેકલોગ। લાયસન્સનું રેકર્ડ ન હોવાને કારણે કયું લાયસન્સ કોનું છે અને કણોના નામે છે તે ધ્યાન રહેતું નથી ત્યારે જે શખ્સ પાસે લાયસન્સ જ નથી હોતું તેના નામનું એક બોગસ રેકર્ડ ભભરું કરી તેની બેકલોગની અરજી કરી ઓનલાઇન કરવા નખાય છે બાદમાં તેની રીએસેસમેન્ટની અરજી કરી લાયસન્સ મેળવી લેવાય છે.

સોગંદનામું અને અસલ લાયસન્સ જોયા બાદ બેકલોગ થાય
એઆરટીઓ નિરવ બક્ષી સાથે બોલો લાયસન્સ ડાયરેકટ એપ્રુવલ થતા હોવાની વાત કરતા તેમણે કહ્યું કે, તેમના તરફથી થયેલા બેકલોગ લાયસન્સની તમામ અરજીઓના અસલ સોગંદનામા અને લાયસન્સ પડયો છે. સોંગદનામું અને અસલ લાયસન્સ જોયા બાદ જ અરજી એપ્રુવલ કરવામાં આવે છે. અન્ય કોઇ ઇન્સ્પેક્ટર તરફથી અરજીઓ ડાયરેકટ એપ્રુવલ કરાઇ હશે તો તેમને ધ્યાન નથી.

રેકર્ડ વગરની અરજીઓના સોગંદનામાં-અસલ લાયસન્સ ચકાસણી જરુરી
અત્યાર સુધી આરટીઓમાં રેકર્ડ ન હોય તેવી બેકલોગની સેરડો અરજીઓ મંજર થઇ ગઇ છે. જે લાયસન્સનાં રેકર્ડ ઉપલબ્ધ નથી તેવા લાયસન્સની અરજીઓ એપ્રુવલ થઇ છે તે તમામના સોગંદનામા અને અસલ લાયસન્સની તપાસણી કરાય તો વધુનું દુધ અને પાણીનું પાણી થઇ જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...