તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દીઓથી ઉભરાતા દવાખાના:સામખિયાળી પંથકમાં માંદગીએ માથું ઉંચકયું

સામખિયાળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા પાંચ દિવસમાં ઉધરસ, શરદી સાથે તાવના કેસો વધ્યા

સામખિયાળી તેમજ અાસપાસના ગામોમાં ઉધરસ, શરદી સાથે તાવના દર્દીઅો વધી રહ્યા છે અને છેલ્લા 5 દિવસથી સામખિયાળીના નાના-મોટા 8 જેટલા દવાખાના દર્દીઅોથી ઉભરાઇ રહ્યા છે. સામખિયાળી વિસ્તારના ગામોમાં ફરી લોકોમાં બીમારી જોવા મળતાં ફળફળાટ ફેલાયો છે. સામખિયાળીમાં આઠથી દસ નાના-મોટા દવાખાના છે ત્યારે છેલ્લા પાંચ દિવસથી તમામ ક્લિનિક દર્દીઅોથી ઉભરાઇ રહ્યા છે.

ખાસ કરીને ઉધરસ,શરદી સાથે તાવના કેસોમાં ઉછાળો અાવ્યો છે ત્યારે સામખિયાળીના તબીબ લાલજી આહીરે જણાવ્યું હતું કે, ઋતુજન્ય બીમારીઅે માથું ઉંચક્યું છે અને તેમાં તાવ, ખાંસીના કેસો વધારે આવે છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે સામખિયાળી પંથકમાં બીમારીના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

મચ્છરના ઉપદ્રવ વચ્ચે દવાનો છંટકાવ કરવા માંગ
સામખિયાળી વિસ્તારમાં માખી, મચ્છરનું ઉપદ્રવ વધ્યું છે અને પાણીજન્ય બીમારીઅે માથું ઉંચક્યું છે ત્યારે સામખિયાળી સહિત અાસપાસના ગામોમાં દવાનો છટકાવ કરી, પાણીમાં ક્લોરીનની ગોળી તેમજ ઘરેઘર જઈને આરોગ્ય વિભાગ દ્વારા તાપસ કરી, સારવાર અપાય તો જ માંદગીને અટકાવી શકાય તેમ છે, જેથી અારોગ્ય તંત્ર સત્વરે જાગે તેવી માંગ સ્થાનિકો દ્વારા ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...