તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભુજના એરપોર્ટ રોડ પર ગેરકાયદે રેતી ખનન પકડાયું

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરઆર સેલે બે ડમ્પર અને એક હિટાચી મળી 50 લાખના વાહનો સીઝ કર્યા

શહેરના એરપોર્ટ રોડ પર આવેલી ખાનગી સંસ્કાર સ્કૂલથી આગળ એક ટેકરા પર ખોદકામ કરી માટી કઢાતી હોવાની બાતમી આધારે આર આર સેલ સ્ટાફ ત્યાં ધસી જઇ એક હિટાચી અને બે ડમ્પર મળી ૫૦ લાખના વાહનો સીઝ કર્યા હતા, વધુ તપાસ માટે ખાણ ખનીજ વિભાગ ને બોલાવાઈ હતી. રેન્જ આઈજી હસ્તકના આર.આર.સેલ ભુજના એરપોર્ટ રીંગ રોડ પર સંસ્કાર સ્કુલથી થોડે આગળ એક ટેકરા પર ગેરકાયદે ખોદકામ કરી માટી કઢાતી હોવાની બાતમી પગલે ત્યાં જઈ ખોદકામ કરતાં હિટાચી અને માટી ભરેલાં બે ડમ્પર સીઝ કર્યાં હતા. સ્થળ પર હાજર હાજી ઈસ્માઈલ કુંભાર નામના શખ્સે ટેકરીની જમીન કબ્રસ્તાન માટે મંજૂર થઈ હોવાનું જણાવી કબ્રસ્તાન બનાવવા માટે ખોદકામ કરાતું હોવાનો ખુલાસો કર્યો હતો. જો કે, ખોદકામ માટે તેમણે જરૂરી મંજૂરી લીધી નહોતી. આર.આર.સેલે સ્થળ પર ખનિજ તંત્રની ટીમને બોલાવી આગળની કાયદેસર કાર્યવાહી સુપ્રત કરી દીધી હતી. નોંધનીય છે કે કચ્છમાં ખનીજચોરી બેફામ બની છે ત્યારે હવે ખાણખનીજ વિભાગ પણ આળસ ખંખેરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો