ખનીજ માફીયા બેફા:નેત્રા-લક્ષ્મીપરના સીમાડામાં રાત્રે ગુપચુપ ખનીજનું ગેરકાયદે ખનન ચાલુ

ભુજ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસની ખનીજ ચોરી પર રોક છતાંય માફિયા બન્યા બેખોફ
  • થોડા ​​​​​​​થોડા​​​​​​​ દિવસે અાઠ-દસ ગાડી લોડિંગ કરી રવાની થઇ જાય

પશ્ચિમ કચ્છ અાખામાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ખનીજ ખનન પર પોલીસની ધાકબેસાડતી કાર્યવાહીથી રોક લાગી ગઇ છે, પણ ખનીજ માફીયાઅો બેફામ બની ગયા હોય તેમ લક્ષ્મીપર-નેત્રા વિસ્તારમાં ગુપચુપ રાત્રે અાઠ-દસ વાહનો ખનન કરી રવાના થઇ જતા હોવાની વાત જાણવા મળી છે. કોઇ અેક પોઇન્ટ પર નહીં પણ થોડા થોડા દિવસે રાત્રે ચાર-પાંચ કલાક મશીન ચાલુ કરી ચોરી કરી લેવાય છે.

પશ્ચિમ કચ્છ અેસ.પી.ની ખનીજ માફીયાઅો પર ધાક બેસાડતી કાર્યવાહી બાદ ખનીજચોરો ભુર્ગભમાં ઉતરી ગયા છે, દરમિયાન ખનીજ ચોરો પણ બેખોફ બની ગયા હોય તેમ પોલીસ અને ખાણ ખનીજ તંત્રની બીક વગર નેત્રા અને લક્ષ્મીપર પટ્ટામાં જુદા જુદા પોઇન્ટ પર થોડા થોડા દિવસે રાત્રે ચારથી પાંચ કલાક મશીન શરૂ કરી અાઠથી દસ ગાડીઅો ભરી રવાની કરી દેતા હોય છે. કોઇ અેક જ પોઇન્ટ પર બે-ચાર દિવસ ખનીજ ખનન કર્યા બાદ બીજો પોઇન્ટ નક્કી કરવામાં અાવે છે.

સ્થાનિક માથાભારે શખ્સોને સાથે રાખી ખનીજ માફીયાઅો અાઠથી દસ ગાડીઅો ભરી થોડા દિવસ અારામ કરી લાઇટ લાઇટમાં રહી ખનીજ ચોરી કરતા હોવાનું સુત્રોઅે કહ્યું છે. નેત્રા વિસ્તારમાં રહેતા તેમજ ખનીજના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વો બેખોફ બની થોડા થોડા દિવસે રાત્રે ચારથી પાંચ કલાક મશીન ચાલુ રાખી ચોરી કરી લઇ સંતોષ મેળવતા થયા છે. બીજી તરફ, અેક જ જગ્યાઅે ખનીજ ચોરી કરતા ન હોવાથી ગ્રામલોકોનું ધ્યાન પણ જતુ નથી અને માત્ર ચારથી પાંચ કલાક જ મશીન ચાલુ રાખે છે તેવું સુત્રોઅે જણાવ્યું હતું.

બોકસ -અા વિસ્તારમાં સારા ગ્રેડનું બોક્સાઇટ નિકળે પશ્ચિમ કચ્છ અાખામાં અનેક ખનીજ સંપતી જમીનમાં ધરબાયેલી છે, છેલ્લા થોડા સમયથી ખનીજ ચોરી પર રોક લાગી હોવાથી ખનીજ માફીયાઅો પોતાના કિમીયા અાજમાવતા હોય છે. નેત્રા વિસ્તારમાં બોક્સાઇટ સારા ગ્રેડનું હોવાથી માત્ર અાઠ-દસ ગાડીઅો ભરી સંતોષ માની લેતા હોય છે.

અગાઉ અેક અધિકારીઅે પાસાના બણગાં ફુક્યાં હતા
ત્રણેક વર્ષ અગાઉ જિલ્લા કક્ષાના અેક પોલીસ અધિકારીઅે ખનીજ માફીયાઅો સામે પાસા કરવાની દરખાસ્ત કરી માધ્યમોને નામ-ખનીજ ખનન વિસ્તાર સહિતની માહિતી પુરી પાડી હતી, બાદમાં કોઇ કાર્યવાહી થઇ ન હતી માત્ર બણગા જ ફુકયા હતા. અલબત્ત તેમની બદલી થયા બાદ કચ્છના ખનીજ માફીયાઅોના વાકેફ અધિકારી અાવ્યા હતા તેમણે ખનીજ માફીયાઅો પર કાયદેસરની ધોંસ બોલાવી કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, તો હાલ પશ્ચિમ કચ્છ અેસપીની કાર્યવાહીથી ખનીજ માફીયાઅો ભુગર્ભમાં ઉતરી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...