તપાસ:માધાપરના સીમાડામાં ડુંગરોમાંથી ગેરકાયદે ખનીજ ખનનનો પર્દાફાશ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરોમાંથી 3 ટન પથ્થર ચોરી કરીને જતું ટ્રેકટર પકડાયું
  • ​​​​​​​ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી માધાપર પોલીસ સ્ટેશનમાં વાહન સીઝ કરાવ્યું

માધાપર નવાવાસથી ભીમાસર રોડ પર ડુંગરાડ વિસ્તારમાં ગેરકાયદે ખનીજનું ખનન થયું હોવાની બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડીને 3 ટન પથ્થરો ભરેલા ટ્રેકટરને ઝડપી પાડ્યું હતું. વાહનને માધાપર પોલીસ મથકે સીઝ કરી નોંધ કરાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માધાપર નવાવાસથી ભીમાસર રોડ પાછળ આવેલ ડુંગરાળ વિસ્તારમાં પથ્થર ચોરી બાબતની લેખિત ફરિયાદ મળતાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર એ.બી.વાઢેર માહિતી મુજબના વિસ્તારમાં આકસ્મિક તપાસ કરતા આશરે 3 મેટ્રીક ટન સેન્ડટોન ખનિજ ભરેલ ટ્રેક્ટરને રંગે હાથે ઝડપી પાડ્યું હતું. વાહન ચાલક પાસે રૉયલ્ટી અંગે કોઇ આધાર પુરાવાઓ ન હોવાથી વાહન સાથે ચાલકની અટક કરી માધાપર પોલીસ સ્ટેશન ખાતે ટ્રેકટર સીઝ કરવામાં આવ્યું છે. ટ્રેકટર ચાલકે કોના કહેવાથી ખનીજની ચોરી કરી છે તે સહિતની આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...